AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ !
સલાહકાર લેખઝી ન્યુઝ
દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ !
ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે. લોકોએ દિવાળીના તહેવાર પર કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો એકબીજાને ઘરે જઈને લોકો શુભેચ્છા પાઠવતા હોય છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં આ વખતે લોકોએ વધુ સાવચેતી સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવી પડશે. આ સાથે મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખાવા ખુબજ ફાયદાકારક છે. વધુમાં પંકજ રાઠોડે જણાવ્યું હતું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મીઠાઈ, ઠંડા પીણા, મુખવાસ ખવડાવતાં હોય છે તેની બદલે જો આ વખતે મુખવાસમાં એલચી, તજ, લવિંગ, ખજૂર, આમળા તેમજ ખાણીપીણીમાં ઉકાળો, મોસંબીનું જ્યૂસ, હળદરવાળું દૂધ, લીંબુ, મધવાળું પાણી, નારિયેળ પાણી આપવામાં આવે તો એ લોકો માટે વધુ અસરકારક રહેશે.
સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ સ્વાસ્થ્ય સલાહ લેખ ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
6