AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમ ની ફળ કોરી ખાનાર ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
દાડમ ની ફળ કોરી ખાનાર ઇયળ !
👉 ઇયળ ફળની અંદર ઉતરી જઇ વિકાસ પામતા દાણાને ખાતી હોય છે. 👉 આવી દાડમ ના ફળમાં ફૂગ-જીવાણૂંઓ દાખલ થતા ફળ કોહવાય જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે. 👉 ઉપદ્રવિત અને ખરી પડેલ વીણી લઇ ઇયળ સહિત નાશ કરવા. 👉 શક્ય હોય તો ફળ ઉપર કાગળની કોથળીઓ ચડાવવી. 👉 ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાનો કે પછી બીટી પાવડરનો છંટકાવ કરવો. 👉 ઉપદ્રવ વધતો જણાય તો સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી દવા ૭ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રિન ૪.૯૦% સીએસ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
7
2