સલાહકાર લેખકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ
દાડમ ના ફળોના યોગ્ય વિકાસ માટે!
👉 ખેડૂત ભાઈઓ, આ સમયે, દાડમ ફળ તેના વૃદ્ધિના તબક્કામાં હશે ! જો યોગ્ય વ્યવસ્થાપન સમયસર નહીં કરવામાં આવે તો ફળની ગુણવત્તા પર વિપરીત અસર પડે છે.ફળોની સારી ગુણવતા માટે તેનો વિકાસ અને રંગ ની ગુણવત્તા વધારવાની જરૂર છે, રોગો અને જીવાતોના નિયંત્રણ માટે દાડમની વાડી નું યોગ્ય નિરીક્ષણ કરતા રહેવું. જો કોઈપણ જીવાત અથવા રોગ દેખાય તો એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નું યોગ્ય માર્ગદર્શન મેળવી નિદાન કરવું. 👉 દાડમની ઉચ્ચ ગુણવત્તા સભર ઉપજ લેવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ @ 5 કિલો અને બોરોન @1 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું. ઓર્થો સિલિકોન 3% @1 ગ્રામ પ્રતિ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો અને અઠવાડિયામાં એકવાર એનપીકે 0:52:34 @ 5 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમ થી જમીન માં આપવું. સંદર્ભ : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
9
સંબંધિત લેખ