ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમમાં ફળ કોરી ખાનાર ઈયળનું સંકલિત વ્યવસ્થાપન
દાડમની ખેતી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્નાટક જેવા રાજ્યોમાં થાય છે. આ બધા રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતમાં કુલ 109.2 હજાર હેક્ટરમાં દાડમનું વાવેતર થાય છે. આ ફળપાકમાં ફળ કોરી ખાનાર ઇયળ, થડની છાલ કોરી ખાનાર ઇયળ, ફળમાંથી રસ ચૂસનાર ફૂદા, મિલિબગ, થ્રીપ્સ જેવી જીવાતો નુકસાન કરતી હોય છે. આ ઉપરાંત પોપટ અને ખીસકોલી પણ તૈયાર થયેલ દાડમના ફળને કોતરી ખાય છે. આ બધી જીવાતોમાં ફળ કોરી ખાનાર ઇયળનું નુકસાન 50 ટકાથી વધારે જોવા મળે છે.
દાડમની ફળ કોરી ખાનાર ઇયળને અનાર બટરફ્લાય તરીકે પણ ઓળખાય છે. આ ઇયળના પતંગિયા કળીઓ અથવા નાના ફળો ઉપર છૂટાછવાયા ઇંડા મૂકે છે. ઇંડામાંથી નીકળી ફળમાં કાણૂં પાડી અંદર દાખલ થઇ વિકસતા દાણાને ખાય છે. નુકસાનવાળા ફળમાં ફૂગ-બેક્ટેરીયા દાખલ થવાથી ફળમાં કોહવારો લાગવાથી ખરાબ વાસ આવે છે. ફળ ખરી પડતા અને ફળની ગુણવત્તા બગડતા ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. આ જીવાત દાડમ ઉપરાંત આમળા, લીચી, સફરજન, બોર, જામફળ અને ચીકુને પણ નુકસાન કરતી હોય છે. _x000D_ _x000D_ સંકલિત વ્યવસ્થાપન:_x000D_ _x000D_ • દાડમની નવી રોપણી કરવાની હોય તો આ જીવાત સામે પ્રતિકારક હોય તેવી જાતો જેવી કે ધોળકા, કાશ્મીરી લોકલ, બેદના જેવી જાતોની પસંદગી કરવી._x000D_ • દાડમની વાડીમાં નિંદામણો દૂર કરી વાડી ચોખ્ખી રાખવી._x000D_ • વાડીમાં એકાદ લાઇટ ટ્રેપ અવશ્ય મુકવા._x000D_ • શક્ય બને તો શરુઆતમાં કાણાંવાળા દેખાતા નુકસાન પામેલ ફળ વીણીને નાશ કરવા._x000D_ • જમીન ઉપર ખરી પડેલ ફળોને પણ ઇયળ સહિત નાશ કરવા._x000D_ • શક્ય બને તો ફળ નાના હોય ત્યારે એટલે કે ફળ 30 થી 50 દિવસના થાય ત્યારે તેમના ઉપર કાગળ કે બટર પેપરની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાનની માત્રા ઘટાડી શકાય છે. _x000D_ • પરાગનયનની પ્રક્રિયા પુરી થઇ જાય પછી ફૂલોનો નીચેનો ભાગ કાપી નાંખવાથી પતંગિયાએ મૂકેલ ઇંડા દૂર કરી શકાય છે અને સરવાળે ઉપદ્રવ ઓછો કરી શકાય છે. _x000D_ • આપના વિસ્તારમાં જો ટ્રાયકોગ્રામા (ટ્રાયકોકાર્ડ) ઉપલબ્ઘ હોય તો 2 થી 3 વાર એક લાખ પ્રતિ એકરે છોડવા. આ ભમરી જીવાતે મૂકેલ ઇંડાનું પરજીવીકરણ કરે છે. _x000D_ • જીવાતની ઉપદ્રવની શરુઆતે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીમડા આધારિત મળતી તૈયાર દવા 10 મિલી (1% ઇસી) થી 40 મિલી (0.15% ઇસી) પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો._x000D_ • ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર 15 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. _x000D_ • ઉપદ્રવ વધતો જણાય તો તૈયાર ફળોની વીણી કર્યા પછી ભલામણ કરેલ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
203
2
સંબંધિત લેખ