AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમમાં નુકસાન કરતી થ્રીપ્સ ને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમમાં નુકસાન કરતી થ્રીપ્સ ને અટકાવો !
✅બચ્ચાં અને પુખ્ત બન્ને પાન, ફૂલ અને નાના વિકસતા ફળ ઉપર રહી ઘસરકા પાડી નુકસાન કરતી હોવાથી તેમના ઉપર સફેદ ધબ્બા સ્પષ્ટ જોઇ શકાય છે. ✅સને ૨૦૨૦માં આણંદ કૃષિ યુનિ. દ્વારા કરેલ ભલામણ અનૂંસાર સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬ ઓડી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. જરુર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ પછી ફરી કરવો. ✅છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અને ટ્રીપલ એક્સન નોઝલ વાપરવાનો આગ્રહ રાખવો. આ દવાના છંટકાવ અને ફળ ઉતારવાનો સમયગાળો ૫ દિવસનો રાખવો હિતાવહ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
13
5