AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમમાં નીમેટોડ્સ( કૃમિ) નું નિયંત્રણ
જૈવિક ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમમાં નીમેટોડ્સ( કૃમિ) નું નિયંત્રણ
ભારતમાં ઘણા રાજ્યોમાં દાડમની ખેતી વધી રહી છે. દાડમના ઝાડને વિવિધ જીવાતો અને રોગોથી નુકસાન થાય છે. દાડમમાં સુકારો તેમજ નરી આંખે ન જોઈ શકાય તેવા કૃમિનો એટેક સૌથી વધારે જોવા મળે છે. તેથી યોગ્ય સમયે નીમેટોડ્સને નિયંત્રિત કરવું જરૂરી છે.
નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લઈ શકાય: 1. કલમ બનાવતી વખતે નીમેટોડ્સ ગ્રસ્ત માટીનો ઉપયોગ કરવો નહીં. 2. જે ખેતરમાં દાડમનું વાવેતર કરવાનું હોય તેમાં 1 થી 2 વર્ષ સુધી શાકભાજી અને કઠોળ પાકની ખેતી ન કરવી. 3. દાડમનું વાવેતર કરતા પહેલા જમીનને 2-3 વાર ઊંડી ખેડ કરી ઉનાળામાં જમીન તપવા દેવી. 4. દાડમના વાવેતર સમયે ખાડામાં લીંબોળીનો ખોળ નાખવો. 5. દાડમમાં ટામેટાં, રીંગણ, મરચાં, ભીંડા, કાકડી વગેરે આંતર પાક તરીકે વાવેતર ન કરવું. 6. દાડમના ઝાડમાં ફૂલો આવે ત્યારે, મૂળમાં 1 થી 1.5 કિલો લીમડાનો ખોળનો ઉપયોગ કરવો. 7. નીમેટોડ્સને નિયંત્રિત કરવા માટે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, પેસીલોમેક્સિસ,ટ્રાયકોડર્મા પ્લસ, સ્યુડોમોનાસનો ઉપયોગ કરો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો.
248
7