AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમની ફળ કોરી ખાનાર ઇયળ વિષે વધુ જાણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમની ફળ કોરી ખાનાર ઇયળ વિષે વધુ જાણો !
ઇયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થઇ વિકાસ પામતા દાણા ખાય છે. નુકસાન પામેલા દાડમમાં ફૂગ અને જીવાણુંનું આકમણ થતાં ફળ કોહવાય અને તેમાંથી ખરાબ વાસ આવે છે. ફળની ગુણવત્તા બગડતા ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાતનું નુકસાન ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. ઉપદ્રવિત અને ખરી પડેલ ફલો નિયમિત વીણી લઇ ઇયળ સહિત નાશ કરવા અને નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચઢાવી રક્ષણ આપવું. જરુર જણાય તો બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૪૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૭ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
28
9