AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમની ખેતી કરીને વધુ નફો મેળવો!
• દાડમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધારે છે. જેના દ્વારા ખેડૂત ભાઈઓ તેની ખેતી કરીને વધુ નફો મેળવી શકે છે._x000D_ • દાડમની રોપણી માટે યોગ્ય સમય ફેબ્રુઆરી-માર્ચ અને જુલાઈ-ઓગસ્ટ છે._x000D_ • દાડમની રોપણી માટે એક મહિના અગાઉથી ખાડા તૈયાર કરવામાં આવે છે._x000D_ • એપ્રિલથી મે એ ખાડાઓ તૈયાર કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે._x000D_ • ખાડા ની લંબાઈ*પહોળાઈ* ઉંડાઈ 75*75*75 સે.મી. ના હોવા જોઈએ._x000D_ • તૈયારી કર્યા પછી એકથી બે મહિના સુધી ખાડો ખુલ્લો રાખો, જેથી જમીનમાં હાજર ફૂગ અને જીવાતોનો નાશ થાય._x000D_ • જૂનના પહેલા અઠવાડિયામાં, ખાડાઓ ભરતી વખતે માટીની સારવાર કરો. કાર્બેન્ડાઝિમ 1 ગ્રામ પ્રતિ 1 લિટર પાણીમાં દ્રાવણ બનાવીને ખાડા દીઠ 4 થી 5 લિટર ભરો._x000D_ • ક્લોરોપાયરિફોસ 50 ગ્રામ 15 કિલો સડેલા છાણીયા ખાતર, 2 કિલો વર્મીકમ્પોસ્ટ ખાતર અને 1 કિલો લીમડા ના ખોળ ને સારી રીતે ભેળીવીને ખાડા માં નાખો._x000D_ • ટ્રાઇકોડર્મા 25 ગ્રામ, પીએસબી કલ્ચર 25 ગ્રામ, એજેક્ટોબેટર 25 ગ્રામ અને 15 ગ્રામ સ્યુડોમોનાસ દરેક ખાતર અને માટી ને સાથે ભેળવીને ખાડામાં આપવું._x000D_ • _x000D_ • દાડમના છોડનું અંતર છોડ થી છોડ 3 મીટર અને ચાસ થી ચાસ 4 મીટર રાખવું._x000D_ • બજારની માંગ પ્રમાણે જાત પસંદગી કરવી જોઈએ. જેમકે, ભગવા, જેની માંગ વધારે છે._x000D_ • ટપક સિંચાઈ દાડમ માટે યોગ્ય છે. જેનાથી ખાતરો સરળતાથી આપી શકાય છે._x000D_ • શરૂઆતમાં મિશ્ર પાક કરી શકાય છે._x000D_ સંદર્ભ:એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ _x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
88
1