AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દાડમના પાકમાં જીવાત નિયંત્રણ માટે આગોતરા પગલાં
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમના પાકમાં જીવાત નિયંત્રણ માટે આગોતરા પગલાં
• દાડમના વૃક્ષની છટણી બાદ રિપેલેન્ટ જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ . વ્રુક્ષ ની શાખાઓ પર ક્લોરોપિરીફોસ @ 20મિલી દવા ૧૦લીટર પાણીમાં છંટકાવ કરવો. • વૃક્ષની શાખાઓને 4 કિલોગ્રામ ગેરુ + 50 ગ્રામ C.O.C. +50 મિલી ક્લોરોપિરીફોસ + સ્ટીકર 5 મિલી પ્રતિ 10 લિટર પાણી દ્વારા માવજત આપવી જોઈએ. • કાપણી પહેલા અથવા કાપની પછી છાણીયા ખાતર સાથે વૃક્ષની આજુબાજુની જમીનમાં માટી સાથે 20 ગ્રામ ટ્રાઇકોડરમાં વિરીડી + 2 કિલો નીમ કેકને આપવું જોઈએ. • બગીચા માં બે ઝાડ ની વચ્ચે અથવા તેની આસપાસ ગલગોટાના છોડ વાવવા. • દાણાદાર ફોરેટ 10G @ ૨૫ ગ્રામ પ્રતિ ઝાડ ના ગુણોત્તર માં ડ્રીપ ની બંને બાજુએ રીંગ પદ્ધતિ થી આપવું. • મેટારાઈઝીયમ એનીસોપલી @ 60 ગ્રામ /10 લિટર પાણી સાથે છંટકાવ કરો. જો ઉપદ્રવ વધારે દેખાય તો ડાઈમીથોએટ@ 20 મિલી/ 10 લિટર પાણીમાં છંટકાવ કરો . જો નોંધનીય ઉપદ્રવ હોય તો સ્પિનોસેડ 45%S.C @ 3.5 મિલી/10 લિટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.
• જો ઉપદ્રવને દેખાય તો અઠવાડિયામાં 5% નીમ અર્ક અથવા એઝાડીરેકટીન @ 20 મિલી, અથવા લીંબોળી ના તેલને 10 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો જોઈએ • જો થડ પર નાના છિદ્રો અથવા લાકડાની ભૂકી દેખાય છે તો વાયરની મદદથી તેને દૂર કરવામાં આવે છે અને છિદ્રો માં 5મિલી સાયપ્રમેથ્રીન ઇન્જેકશન દ્વારા છિદ્રોમાં આપીને મીણ રેડીને બંધ કરવામાં આવે છે. • વૃક્ષ પર થતાં સફેદમાખીના ઉપદ્રવને અંકુશમાં લેવા માટે બ્યુવેરીયા અથવા વર્ટીસિલીયમ 20 મીલી ૧૦ લીટર પાણીમાં છંટકાવ કરવો જોઇએ. • વર્ટીસિલીયમલેકાની- 60 ગ્રામ + 50 મિલી દૂધ /10 લિટર પાણી સાથે છંટકાવ કરવો જોઈએ અને એક અઠવાડિયાબાદ એઝાડીરેકટીન @ 20 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ. • બગીચામાં વિવિધ સ્થાને પ્રકાશ અથવા ફ્લેશ ટ્યુબને લગાવવા જોઈએ. અગ્રોસ્ટાર અગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ
459
0