નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
દસ હજાર રૂપિયાથી મોતીની ખેતી શરૂ કરી, વર્ષે કમાય છે લાખો રૂપિયા !
સંજયે સરકારી નોકરી માટે તૈયારી કરી પરંતુ સફળતા ન મળતા તેમણે મોતીની ખેતી શરૂ કરી. છેલ્લા 7 વર્ષથી તેઓ મોતીની ખેતી અને માર્કેટિંગનું કામ કરી રહ્યા છે. ભારતની સાથે સાથે ઇટાલી, અમેરિકા જેવા દેશોમાં પણ તેમના મોતીની માગ છે. હાલ તેઓ વાર્ષિક 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઇન્ટરનેટ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી પર સંશોધન કર્યું અને ફરીથી મોતીની ખેતી શરૂ કરી. ત્યારબાદ સારા પ્રમાણમાં મોતી તૈયાર થયા. ધીરે ધીરે તેમણે પોતાના કામનો વ્યાપ વધાર્યો. આજે સંજયે ઘરે જ એક તળાવ બનાવ્યું છે, જેમાં પાંચ હજાર છીપ છે. તેમાંથી તેઓ એક ડઝનથી વધુ ડિઝાઇનની વિવિધ જાતના મોતી તૈયાર કરી રહ્યા છે. તેઓ કહે છે કે અમે સોશિયલ મીડિયાથી માર્કેટિંગ શરૂ કર્યું. આજે પણ તે પ્લેટફોર્મનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ. અમે અમારી પોતાની વેબસાઇટ શરૂ કરી છે, જ્યાં લોકો ઓનલાઇન ખરીદી કરી શકે છે. ઘણા લોકો ફોન દ્વારા પણ ઓર્ડર આપે છે. તેઓ 1200 રૂપિયા પ્રતિ કેરેટના ભાવથી મોતી વેચે છે. મોતીની ખેતી સાથે તેઓ અન્ય લોકોને તાલીમ પણ પૂરી પાડે છે. સંજયે તેના ઘરે મોતીની ખેતી માટે એક તાલીમ કેન્દ્ર ખોલ્યું છે. જ્યાં તે લોકોને સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપે છે. આ માટે તેણે 6 હજાર રૂપિયા ફી રાખી છે. લોકડાઉન પહેલા મહારાષ્ટ્રની સાથે બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ઘણા રાજ્યોના લોકો તેમની પાસે તાલીમ લેવા આવતા હતા. તેણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોને તાલીમ આપી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
45
18
સંબંધિત લેખ