યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
દવા છાંટવાના પંપ પર મળશે સબસીડી
💫ખેતરમાં પાકની વિવિધ સિઝનમાં પાકને નુકસાન કરતા હોય તેવા જીવજંતુઓ, કીટકો તથા ઈયળોનું નિયંત્રણ કરીને પાકનું રક્ષણ કરવું જરૂરી છે. આવા જીવજંતુઓની ઓળખ થયા બાદ તેને નિયંત્રણ કરવા માટે યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. ખેડૂત સુરક્ષિત રીતે અને સરળતાથી પોતાના ખેતરમાં દવા છાંટી શકે તે માટે દવા છાંટવાના પંપની ખરીદીમાં સહાય આપવામાં આવે છે. આ પંપને સામાન્ય રીતે ‘‘પાવર સંચાલિત નેપસેક પંપ’’ કે ‘‘પાવર સંચાલિત તાઈવાન પંપ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
💫સબસિડી વિશે માહિતી
ગુજરાત સરકારની આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતને લાભ મળે તે માટે નિયત થયેલ સબસિડી ચુકવવામાં આવે છે. જેમાં કેટેગરી વાઈઝ ખેડૂત લાભાર્થીઓનું સહાયનું ધોરણ અલગ-અલગ છે.
✅8 થી 12 લીટરની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 2,500/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડૂત ને ₹ 3,100/- સહાય આપવામાં આવશે.
✅12 થી 16 લીટરની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 3,000/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડૂતને ₹ 3,800/- સહાય આપવામાં આવશે.
✅16 લીટરથી વધુની કેપીસીટી ધરાવતા બેટરીવાળા પંપ માટે સામાન્ય વર્ગના ખેડૂત લાભાર્થીને ₹ 8,000/- સહાય અપાશે. તથા અનુસૂચિત જાતી અને સનુસૂચિત જનજાતિ વર્ગના ખેડૂત, નાના સિમાંત ખેડૂત તથા મહિલા ખેડૂતને ₹ 10,000/- સહાય આપવામાં આવશે.
💫અરજી કરવાની છેલ્લી તારીખ - 25/02/2024
✅બેટરી સંચાલિત પંપ ખરીદવા માટે લાભાર્થીની પાત્રતા.
✅અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ
✅મહિલા ખેડૂત, નાના, સીમાંત ખેડૂતને આ યોજના હેઠળ લાભ મળશે.
✅લાભાર્થી પાસે 7/12 અને 8-અ ની નકલ હોવી જોઈએ.
✅ખેડૂત ગુજરાત રાજયના વતની હોવો જોઈએ.
✅વન વિસ્તારના ખેડૂતો માટે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ખેડૂતને લાભ મળવાપાત્ર થશે.
💫જરૂરી ડોક્યુમેન્ટ
✅ખેડૂત અરજદારની આધારકાર્ડની નકલ.
✅રેશનકાર્ડની નકલ
✅જમીન હોવાના પુરાવા બાબતે 7/12 ના ઉતારા
✅વિકલાંગ અરજદારના કિસ્સામાં સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
✅જાતિ પ્રમાણપત્ર.
✅સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતીપત્ર
✅ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
✅જો ખેડૂત દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
✅બેંક ખાતાની વિગત
💫આ યોજના ની વધુ માહિતી માટે અથવા અરજી કરવા https://ikhedut.gujarat.gov.in વેબ સાઈટ ની મુલાકાત લો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો