દવાનો છંટકાવ કરતી વખતે કરો યોગ્ય નોઝલની પસંદગી !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દવાનો છંટકાવ કરતી વખતે કરો યોગ્ય નોઝલની પસંદગી !
પાકમાં રાસાયણિક દવાનો છંટકાવ કરતી વખતે નોઝલની યોગ્ય પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોઝલ એક નિર્ધારિત વિસ્તારમાં થનાર છંટકાવ, છંટકાવની સમાનતા,દવાની માત્રા ને નિર્ધારિત કરે છે. તો ચાલો આપણે જાણીએ કે રાસાયણિક દવાઓનો છંટકાવ કરતી વખતે કયા નોઝલનો ઉપયોગ કરવો જેથી સારા પરિણામ આપે છે. 🚿 હોલો કોન નોઝલ : આ પ્રકારની નોઝલ સામાન્ય રીતે જંતુનાશક અને ફૂગનાશક દવાઓના છંટકાવ માટે વપરાય છે. આ પ્રકારની નોઝલ મેન્યુઅલી સંચાલિત સ્પ્રે મશીનમાં વપરાય છે. 🚿 ડબલ સ્વિર્લ ડુરો નોઝલ : તેમાં હોલો કોન નોઝલ જેવી બે નોઝલ હોય છે, ઓછા સમયમાં વધુ વિસ્તાર છાંટકાવ કરવામાં ઉપયોગમાં લેવાય છે, તેનાથી પાન ઉપર અને નીચલી સપાટી પર સરળતાથી છાંટકાવ થાય છે. આ પ્રકારના નોઝલનો ઉપયોગ મેન્યુઅલી સંચાલિત સ્પ્રે મશીનમાં વ્યાપક છંટકાવ માટે થાય છે. 🚿 ફ્લેટ ફેન નોઝલ: આ નોઝલ મુખ્યત્વે નીંદણનાશક દવા ના છાંટકાવ માટે વપરાય છે. આ નોઝલનો ઉપયોગ નિંદણની દવા છંટકાવ કરતી વખતે મુખ્ય પાકને નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે. આ નોઝલનો ઉપયોગ કરીને, જમીનના વધુ વિસ્તારમાં દવાના છંટકાવ કરવા માટે વપરાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
2
અન્ય લેખો