AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર વર્ષે ખાતામાં આવશે 36000 રૂપિયા !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
દર વર્ષે ખાતામાં આવશે 36000 રૂપિયા !
💠 પીએમ કિસાન માનધન યોજના હેઠળ, મોદી સરકાર દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે આપી રહી છે, જેનો લાભ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. PM કિસાન સન્માન નિધિ યોજનાના 12 કરોડથી વધુ ખેડૂતોને હપ્તા મળી રહ્યા છે, 💠 પીએમ કિસાન માનધન યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતોને દર મહિને પેન્શન આપવાની યોજના છે. જેમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વાર્ષિક 36000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં. પીએમ-કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધુ યોગદાન આપવાનો વિકલ્પ પસંદ કરવાની છૂટ છે. આ રીતે ખેડૂતે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. 6000, તેનું પ્રીમિયમ પણ કાપવામાં આવશે. ખેડૂતને ખિસ્સામાંથી ખર્ચ કર્યા વિના વાર્ષિક 36000 અને કેટલાક હપ્તા પણ અલગથી મળશે. 💠 18-40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત તેમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જો કે, મહત્તમ 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઈ શકશે. તેઓએ ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ માટે સ્કીમ હેઠળ 55 થી 200 રૂપિયાનું માસિક યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે જોડાશો તો માસિક યોગદાન 55 રૂપિયા પ્રતિ માસ થશે. જો તમે 30 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો દર મહિને 110 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
81
13
અન્ય લેખો