AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને 70 હજારની કમાણી ! આજથી જ આ કામની શરૂઆત કરી દો, સરકાર પણ કરે છે મદદ !
યોજના અને સબસીડીVTV Gujarati News
દર મહિને 70 હજારની કમાણી ! આજથી જ આ કામની શરૂઆત કરી દો, સરકાર પણ કરે છે મદદ !
👉 દેશમાં અનેક એવા વ્યવસાય છે જેમાં ઓછાં પૈસા લગાવીને સારો નફો મેળવી શકાય છે. તેમાંથી જ એક છે ડેરી પ્રોડક્ટ્સનો બિઝનેસ. ડેરી પ્રોડક્ટ્સ એવો સામાન છે જેનો ઉપયોગ લોકો રોજબરોજના જીવનમાં કરતા હોય છે. આ બિઝનેસમાં નુકસાન થવાનો ભય રહેતો નથી, કારણ કે લોકો ગમે તેમ કરીને પોતાની રોજિંદી જરૂરિયાત તો પૂરી કરે જ છે, તેમાંથી જ એક છે ડેરી પ્રોડક્ટ્સ. તમે ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસમાં માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ કરી દર મહિને 70 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. આ બિઝનેસને શરુ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જો તમે પણ આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો પહેલા તેનું પ્લાનિંગ કરો. 👉કોઈપણ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી પહેલા નાણાંની જરૂર હોય છે. તેના માટે ગભરાવવાની જરૂર નથી, મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાથી રોકાણની વ્યવસ્થા આરામથી કરી શકાય છે. આ બિઝનેસ માટે સરકાર તમને પૈસાની સાથે પ્રોજેક્ટ વિશે પૂરી જાણકારી પણ આપે છે જેથી તમે આરામથી બિઝનેસ શરૂ કરી શકો છો. 👉કુલ રોકાણની 70 ટકા મળશે લોન હવે તમે ડેરી પ્રોડક્ટસનો બિઝનેસ શરૂ કરશો તો સરકારની મુદ્રા લોનથી કુલ ખર્ચના 70 ટકા બેંકથી લોન રૂપે મળી શકે છે. 👉5 લાખ રૂપિયાનું રોકાણ જાતે કરવાનું રહેશે પ્રોજેક્ટ પ્રોફાઇલ મુજબ, આ બિઝનેસનો પ્રોજેક્ટ લગભગ 16 લાખ 50 હજાર રૂપિયા સુધી તૈયાર કરવામાં આવી શકે છે. તેમાં તમારે માત્ર 5 લાખ રૂપિયાનું જાતે રોકાણ કરવાનું રહેશે. 👉 આ રીતે હશે પ્રોજેક્ટ જો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રોજેક્ટ મુજબ જોવા જઈએ તો આ બિઝનેસમાં વર્ષમાં 75 હજાર લીટર ફ્લેવર્ડ મિલ્કનો બિઝનેસ થઈ શકે છે. આ ઉપરાંત 36 હજાર લીટર દહીં, 90 હજાર લીટર બટર અને 4500 કિલોગ્રામ ઘી બનાવીને પણ વેચી શકાય છે. તે હિસાબથી લગભગ 82 લાખ 50 હજાર રૂપિયાનો ટર્નઓવર થઈ જશે. જેમાં લગભગ 74 લાખ રૂપિયાનું કોસ્ટિંગ હશે જ્યારે 14 ટકા વ્યાજ કાઢ્યા બાદ પણ તમને લગભગ 8 લાખ રૂપિયાની આવક થઈ શકે છે. 👉 અંદાજિત આટલી જગ્યાની જરૂર પડશે આ બિઝનેસ શરૂ કરવા માટે 1000 સ્કેવર ફુટ જગ્યાની જરૂર પડશે. જેમાં 500 સ્કવેર ફુટની જગ્યા પ્રોસેસિંગ એરિયામાં, 150 સ્કવેર ફુટમાં રેફ્રિજરેશન રુમ, 150 સ્કવેર ફુટમાં વોશિંગ એરિયા, 100 સ્કવેર ફુટમાં ઓફિસ, ટોઇલેટ તથા બીજી સુવિધાઓ માટે જરૂર પડશે. સંદર્ભ : VTV gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
60
17