યોજના અને સબસીડીVTV Gujarati News
દર મહિને 55 રૂપિયા જમા કરો અને ઘરે બેઠા 3000 રૂપિયા પેન્શન મેળવો !
👉 જો તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે અને ઉંમર 40 વર્ષની નાની છે તો તમે મોદી સરકારની આ યોજનાનો લાભ લઈ દર મહિને 3000 પેન્શન મેળવી શકો છો. ચાલો જાણીએ. 👉 અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે 👉 તેઓ દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા પેન્શન મેળવી શકે છે 👉 મોદી સરકારની આ યોજનાનો લાભ લેવા આજે જ કરો અરજી 👉 આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. સરકારની આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત કામદારો માટે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2019માં વડા પ્રધાન શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી હતી. સરકારનો લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ઓછામાં ઓછાં 10 કરોડ કામદારો આ યોજનાનો લાભ લઈ શકે. આ સરકારની ગેરંટીડ પેન્શન સ્કીમ છે. આ સ્કીમથી જોડાઈને 60ની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા પેન્શન મળી શકે છે. 👉 હકીકતમાં વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરવામમાં આવી છે. આ યોજનામાં જેટલી રકમ તમે દર મહિને જમા કરશો, એટલી જ રકમ સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરશે. આ યોજના સાથે જોડાવા માટે તમારી માસિક આવક 15 હજારથી વધુ હોવી જોઈએ નહીં. નહીં તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આ લોકો લઈ શકે છે લાભ 👉 પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન માટેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખાસ કરીને ઘરઘાટી, ડ્રાઇવરો, પ્લંબર, મોચી, દરજી, રિક્ષા ચાલકો, ધોબી અને ખેડૂતો પણ તેનો લાભ લઈ શકશે. સરકારી આંકડાઓ મુજબ દેશમાં લગભગ 42 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે. 👉 આ યોજનામાં ઉંમર પ્રમાણે ફાળો આપવો પડશે. સભ્યની ઉંમર જેટલી નાની હશે તેટલું ઓછું તેમનું યોગદાન રહેશે. જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાશે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. આવી જ રીતે 29 વર્ષની વયે 100 રૂપિયા અને 40 વર્ષ જૂની 200 રૂપિયા ચૂકવવા પડશે. આ મહત્તમ યોગદાન છે. આ રકમ 60 વર્ષની વય સુધી જમા કરવાની રહેશે. જેટલી પ્રીમિયમની રકમ જમા કરવામાં આવશે, તેટલી જ રકમ સરકાર દ્વારા સભ્યના નામે જમા કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજોની પડશે જરૂર? 👉 આધારકાર્ડ 👉 આઈએફએસસી સાથે સેવિંગ અથવા જન ધન ખાતું 👉 માન્ય મોબાઇલ નંબર સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
13
અન્ય લેખો