AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને 30000 કમાણીની તક, નથી કોઈ ડિગ્રી ની જરૂરિયાત !
સમાચારએગ્રોસ્ટાર
દર મહિને 30000 કમાણીની તક, નથી કોઈ ડિગ્રી ની જરૂરિયાત !
🛩 કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે, ભારતને આવનારા સમયમાં લગભગ એક લાખ ડ્રોન પાયલટ્સની જરૂર પડશે અને આ માટે ધોરણ 12 પાસ પણ તેની ટ્રેનિંગ લઈ શકે છે એટલે કે યુવાનોને નોકરીની નવી તક મળશે. 🛩 આ માટે ફક્ત બે-ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે. એક વ્યક્તિ મહિને ₹30 હજારનો પગાર મેળવવાની સાથે ડ્રોન પાયલટની નોકરી કરી શકે છે. જાણો, શું છે સરકારની યોજના? 🛩 સિંધિયાએ કહ્યુ કે અમે ડ્રોન સેવાને સરળતાથી ઉપલબ્ધ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. ભારત જલદી ડ્રોન ઇનોવેશનને અપનાવનાર ઉદ્યોગોની એક મોટી સંખ્યા જોશે. સિંધિયાએ કહ્યુ કે, અમે ડ્રોન સેક્ટરને ત્રણ પૈંડા પર આગળ લઈ જવાના છીએ. 1️⃣ પ્રથમ પૈંડુ પોલિસી છે. જોયુ હશે કે અમે ઝડપથી પોલિસીને લાગૂ કરી રહ્યાં છીએ. 2️⃣ બીજુ તેમણે કહ્યું કે, સ્માર્ટ નોકરી પહેલ ઉભું કરવાનું છે. 3️⃣ તો ત્રીજુ પૈંડુ સ્વદેશી માંગ ઉભી કરવાનું છે. તેમણે કહ્યું કે, પીએલઆઈ યોજના ડ્રોન સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ અને સેવાઓને એક નવુ પ્રોત્સાહન આપશે. સાથે હવે ડ્રોન નો ઉપયોગ પણ ખેતીમાં ખુબ જ થવા લાગ્યો છે સાથે ખેતી ડ્રોનમાટે સરકાર સહાય પણ પુરી પડી રહી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
6
અન્ય લેખો