AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને મેળવી શકશો 50 હજાર રૂપિયા, કરવું પડશે ફક્ત આ કામ !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
દર મહિને મેળવી શકશો 50 હજાર રૂપિયા, કરવું પડશે ફક્ત આ કામ !
👉 પ્રધાનમંત્રીએ લોન્ચ કરી યોજના 👉 ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો લઈ શકશે ભાગ 👉 આ યોજનાનું નામ YUVA છે 👉 ઘણા લોકોને વાંચવા લખવાનો શોખ હોય છે. તેમાંથી અમુક લોકો લેખક પણ બનવા ઈચ્છતા હોય છે. પરંતુ ઉચીત પ્લેટફોર્મ ન મળવાના કારણે તેમની આ ઈચ્છા પુરી નથી થઈ શકતી. પ્રધાનમંત્રીએ એક યોજના લોન્ચ કરી છે જેમાં જો તમારી ઉંમર 30 વર્ષથી ઓછી છે તો તમે તેમાં ભાગ લઈ શકો છો. કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ YUVA છે. તેના દ્વારા યુવા લેખકોને લેખન દ્વારા ભારતીય વિરાસત અને ઈતિહાસને આગળ વધારવાનો મોકો આપવામાં આવશે. આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલા લેખકોને દર મહિને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. 👉 ટ્વીટ કરી આપી જાણકારી પ્રધાનમંત્રીએ આ વિષે ટ્વીટ કરતા કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ ભારતીય વિરાસત, સંસ્કૃતિ અને જ્ઞાનને આગળ વધારવા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના લેખકોનો એક સમુહ બનાવવાનો છે. આ યોજના યુવકોને લેખન દ્વારા દેશના બૌદ્ધિક ડિસકોર્સમાં યોગદાન આપવા માટે એક સારો અવસર આપે છે. મહિને આપવામાં આવશે 50 હજાર 👉 આ યોજના વિષે સરકારના ટ્વીટર એકાઉન્ટ, 'માયજીઓવીહિંદી'એ જણાવ્યું કે યોજના હેઠળ 75 પસંદ કરેલા લેખકોને 50 હજાર રૂપિયા મહિનાની છાત્રવૃત્તિ પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે આ યોજના હેઠળ આવા લેખતોનું એક પુલ બનાવવામાં આવશે. જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે અને તે ભારતીય સંસ્કૃતિ, સાહિત્યને વિશ્વસ્તર પર મુકવા માટે તૈયાર હોય. તેને દેશની બહાર અન્ય પ્લેટફોર્મ્સ પર ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય વિશે બાકી લોકોને જાણકારી મળી શકશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો