AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને મળશે 4950 રૂપિયા બસ પોસ્ટ ઓફિસ ની આ સ્કીમ માં કરો રોકાણ !
યોજના અને સબસીડીzee 24 Taas
દર મહિને મળશે 4950 રૂપિયા બસ પોસ્ટ ઓફિસ ની આ સ્કીમ માં કરો રોકાણ !
કોરોના કાળમાં એ વસ્તુ તો હવે દરેક લોકો સમજી ગયા છેકે, મુસીબતના સમયે બચત કરેલાં પૈસા જ કામ લાગે છે. બાકી કોઈ સગા વ્હાલું પણ ઘણીવાર તમારી મદદે આવી નથી શકતું. દરેક લોકોની ઈચ્છા હોય છે કે, એવી જગ્યા પર રોકાણ કરું કે જ્યાં રોકાણનું સારું રિટર્ન મળે અને જોખમ ઓછું હોય. ઓછા જોખમ સાથે વધુ વળતર મેળવવા માગતા લોકો માટે પોસ્ટ ઓફિસની સ્કીમ એકદમ ફાયદાકારક છે. પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે Monthly Income Plan. આ પ્લાનમાં તમને એક નિશ્ચિત સમયમાં સારુ વળતર મળશે. Monthly Income Plan પોસ્ટ ઓફીસના Monthly Income Plan ની ખાસ વાત એ છે કે, તેનું Interest  દરેક વર્ષે જોડવામાં આવે છે. જો આ સ્કીમમાં કોઈએ Joint Account ખોલાવીને તેમાં 9 લાખ રૂપિયા જમા કરી દીધા તો તેમને દર મહિને 4950 રૂપિયાની કમાણી થઈ શકે છે. મૂળી ઉપર વાર્ષીક 6.6 ટકાના દરથી 59,400 રૂપિયા વ્યાજ મળે છે. આ પ્રમાણે તમારા વ્યાજની રકમ દર મહિને 4,950  થાય. ખાસ વાત એ છે કે તમને જે રકમ દર મહિને મળશે તે રકમ માત્ર મૂળીનું વ્યાજ હશે મૂળ રકમ તમારી એમની એમ જ રહેશે. 4,950 રૂપિયાનું માસિક વ્યાજ તમને 5 વર્ષની મેચ્યોરિટીના હિસાબથી મળતું રહેશે. જો તમે ઈચ્છો તો તમારી Maturity ને આગળ પણ વધારી શકો છો. જો તમે સિંગલ ખાતું ખોલાવો છો તો વધારેમાં વધારે 4.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો તો તમે આ ખાતામાં 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.  👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. સંદર્ભ : zee 24 Taas આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
21
9
અન્ય લેખો