AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને મળશે 10 હજાર, બસ અહીંયા કરો રોકાણ !
સમાચારzee news
દર મહિને મળશે 10 હજાર, બસ અહીંયા કરો રોકાણ !
👉 જબરદસ્ત ફાયદો: જો તમે સુરક્ષિત જગ્યા પર રોકાણ કરવા માગો છો તો પ્રધાનમંત્રી વય વંદના યોજના માં રોકાણ કરવાનું વિચારી શકો છો. આ સ્કિમમાં તમારા રૂપિયા સુરક્ષિત રહેશે અને બીજી વાત એ કે રોકાણ કર્યા પછી દર મહિને એક નિશ્ચિત રકમ મળશે. 👉 સરળ રીતે આ સ્કીમ વિશે સમજીએ તો તેના માટે તમારે 15 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ વધુમાં વધુ રકમ છે તમે તેના કરતા ઓછી રકમનું પણ રોકાણ કરી શકો છો. 15 લાખનું રોકાણ કર્યા પછી તમને 10 વર્ષ માટે દર મહિને 9,250 રૂપિયાનું પેન્શન મળતું રહેશે. આમાં ખાસ વાત એ છે કે 10 વર્ષ પૂર્ણ થયા પછી રોકાણકારોને તેની સંપૂર્ણ રકમ પરત કરી દેવામાં આવશે. તમે માસીક, ત્રીમાસિક, છ મહિને અથવા વાર્ષિક કોઈ પણ રીતે પેન્શનની રકમ મેળવી શકો છો. 👉 આ સ્કીનમાં 1,000 થી લઈને 10,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જણાવી દઈએ કે, આ સ્કીમમાં પેન્શન અંતર્ગત વ્યાજની રકમ મળે છે. મતલબ તમે 15 લાખ રૂપિયા જમા કર્યા તો 8 ટકાના દરથી વ્યાજ મળશે. વર્ષે 1.20 લાખ રૂપિયા થઈ જશે. 👉 આ યોજનાનો લાભ મેળવવા માટે તમે LIC એજન્ટ પાસે કે LIC ની ઓફિસમાં જઈને સ્કીમમાં રોકાણ કરી શકો છો. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
2
અન્ય લેખો