AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દર મહિને કમાવો લાખ રૂપિયા, ઓછાં રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ !
સમાચારVTV Gujarati News
દર મહિને કમાવો લાખ રૂપિયા, ઓછાં રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ !
👉 ઘણાં લોકોને બિઝનેસમાં વધુ રસ હોય છે. દેશમાં અનેક એવા વ્યવસાય છે જેમાં ઓછાં પૈસા લગાવીને સારો નફો મેળવી શકાય છે. તેમાંથી જ એક છે કેળાની વેફરનો બિઝનેસ. 👉 જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યાં છો તો જરૂરી છે કે પહેલાં તેની પૂરી જાણકારી મેળવો. અમે તમપને એક એવા ખાસ બિઝનેસ વિશે જાણકારી આપી રહ્યાં છીએ, જેને શરૂ કરવાથી તમે રોજના 4000 રૂપિયા કમાઈ શકો છો એટલે કે મહિને એક લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. આ બિઝનેસ છે કેળાની ચિપ્સ બનાવવાનો બિઝનેસ. 👉 કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. તેની સાથે જ આ ચિપ્સને લોકો વ્રતમાં પણ ખાય છે. કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સ કરતા વધુ પ્રચલિત છે, જેના કારણે આ ચિપ્સ વધુ માત્રામાં વેચાય પણ છે. કેળાની ચિપ્સનું માર્કેટ સાઇઝ નાનું છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી. આ જ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાના બિઝનેસમાં વધુ સારો સ્કોપ છે. તો ચાલો જાણીએ કેવી રીતે શરૂ કરી શકાય છે આ બિઝનેસ. 👉કેળાની ચિપ્સ બનાવવા માટે જોઈએ આ સામાન કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરી ઉપયોગમાં લેવામાં આવે છે અને કાચા માલ તરીકે મુખ્ય રીતે કાચું તેલ, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલા ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલીક મુખ્ય મશીનરી અને અન્ય ઉપકરણોની યાદી આ પ્રકારે છે... 👉 કેળાને ધોવાની ટાંકી અને કેળાને છોલવાનું મશીન 👉 કેળાના પાતળા પાતળા ટુકડા કરવાનું મશીન 👉 ટુકડાઓને ફ્રાય કરવાનું મશીન 👉 મસાલા વગેરે મેળવવાનું મશીન 👉 પાઉચ પ્રિન્ટિંગ મશીન 👉 પ્રયોગશાળા ઉપકરણ 👉ક્યાંથી ખરીદશો આ મશીન? કેળાની ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા માટે આપને આ મશીન https://www.indiamart.com/ કે પછી https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે આપને ઓછામાં ઓછી 4000-5000 sq. fit જગ્યાની જરૂર પડશે. આ મશીન 28 હજારથી લઈને 50 હજાર રુપિયા સુધીમાં મળી જશે. 👉 50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ 50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરુર પડશે. 120 કિલો કાચા કેળા આપને લગભગ 1000 રૂપિયામાં મળી જશે. તેની સાથે જ 12થી 15 લીટર તેલની જરૂર પડશે. 15 લીટર તેલ 70 રૂપિયાના હિસાબથી 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન એક કલાકમાં 10થી 11 લીટર ડીઝલ કન્ઝૂમ કરે છે. એક લીટર ડીઝલ 80 રૂપિયાના હિસાબથી 11 લીટર થાય છે જે 900 રૂપિયામાં પડશે. મોઠું અને મસાલાનો વધુમાં વધુ ખર્ચ 150 રૂપિયા થશે. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. જેનો અર્થ એ થયો કે એક કિલો ચિપ્સનું પેકેટ પેકિંગ કોસ્ટ મેળવીને 70 રૂપિયામાં પડશે. જેને તમે સરળતાથી ઓનલાઇન કે કરિયાણાની દુકાન પર 90-100 રૂપિયા પ્રતિ કિલો વેચી શકો છો. 👉 એક લાખ રૂપિયાનો નફો કરી શકશો જો તમે એક કિલો પર 10 રૂપિયાનો નફો પણ વિચારો તો તમે દિવસના 4000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. એટલે કે મહિનામાં કંપની 25 દિવસ પણ કામ કરે છે તો એક મહિનામાં એક લાખ રુપિયાની કમાણી કરી શકો છો. 👉 સંદર્ભ : VTV Gujarati News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
7
અન્ય લેખો