AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દરેક ખેડૂતોનું બનશે યુનિક આઈડી, પછી થશે ફાયદો જ ફાયદો !
સલાહકાર લેખTV 9 ગુજરાતી
દરેક ખેડૂતોનું બનશે યુનિક આઈડી, પછી થશે ફાયદો જ ફાયદો !
👉 કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારે ખેડૂતો માટે 12-અંકની યુનિક આઈડી બનાવવાનું શરૂ કર્યું છે, જેનો ઉપયોગ વિવિધ યોજનાઓ હેઠળ કૃષિ સંબંધિત તમામ સેવાઓ મેળવવા માટે થઈ શકે છે. 👉 કૃષિ અને ખેડૂત કલ્યાણના અધિક સચિવે જણાવ્યું હતું કે દરેક ખેડૂત માટે એક યુનિક ID બનાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર PM-Kisan જેવી વિવિધ યોજનાઓમાંથી ડેટા એકત્ર કરીને ડેટાબેઝ બનાવી રહી છે. સરકાર ખેડૂતોનું સંયુક્ત ઇન્ટરફેસ બનાવવાની યોજના ધરાવે છે. દાવો કરવામાં આવે છે કે આ ખાસ આઈડીથી ખેડૂતો સરકારી યોજનાઓ અને ધિરાણ સુવિધાઓનો લાભ વધુ સરળતાથી મેળવી શકશે. એકવાર 8 કરોડ ખેડૂતોના ડેટાબેઝ સાથે તૈયાર થઈ જશે ત્યારબાદ અમે તેને લોન્ચ કરીશું. 👉 હાલની યોજનાઓ જેમ કે પીએમ-કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજનામાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય યોજનાઓમાં તમામ ખેડૂત ડેટા રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ જમીન રેકોર્ડ વિગતો સાથે જોડવામાં આવશે. 10 ખાનગી કંપનીઓ સાથે કરાર 👉 આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓની કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોને આવા આઈડી આપવાની અને ડેટાબેઝ બનાવવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. 👉 તાજેતરમાં ડિજિટલ મિશનના ભાગરૂપે, કૃષિ મંત્રાલયે CISCO, Ninjacart, Jio Platforms, ITC અને NCDEX e-Markets Ltd (NeML) અને Microsoft, Star Agribazaar, Esri India Technologies, પતંજલિ અને એમેઝોન સહિત 10 ખાનગી કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
4