AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
દરેક ખેડૂતને ખાતર માટે મળશે 11 હજાર રૂપિયા !
✳️ ભારતના સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત અને લાભદાયક વિવિધ યોજનાઓ બનાવે છે. જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ ક્રમમાં સરકારે ખેડૂતોના લાભ માટે પીએમ કિસાન ખાદ યોજના શરૂ કરી. જો તમે પણ તમારી ખેતી માંથી વધુ નફો મેળવવા હોવ અને તમારે મોંઘુ ખાતર ખરીદવું પડતું હોય તો ગભરાશો નહિ, સરકાર પીએમ કિસાન યોજના હેઠળ વધુ સારી સબસિડી આપી રહી છે. ✳️ આ યોજનામાં સરકાર દ્વારા દેશના ખેડૂતો ને ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના રસાયન અને ખાતર મંત્રી દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, આ યોજનામાં સરકાર દેશના તમામ ખેડૂતોને ખાતર 11 હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે. જેથી દેશના ખેડૂતોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી સહાય અને તેમની બમણી કરી શકાય. ✳️ આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને ખાતર ખરીદવા માટે 11 હજાર રૂપિયા સુધીની આર્થિક સબસિડી આપી રહી છે. ખાતરની રકમ ખેડૂતોના ખાતામાં બે હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો 6000 રૂપિયા અને બીજો હપ્તો 5000 રૂપિયા છે. આ બંને હપ્તાઓ ઓનલાઇન મોડ દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામા આવે છે. ✳️ જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો, તો તેના માટે તમારી પાસે નીચે આપેલા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર ખેડૂતનો પાસપોર્ટ સાઈઝનો ફોટો જમીનના દસ્તાવેજ સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
94
39
અન્ય લેખો