AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દરરોજ ₹95 જમા કરાવો અને મેચ્યોરિટી પર ₹14 લાખ મેળવો !
યોજના અને સબસીડીસંદેશ ન્યૂઝ પેપર
દરરોજ ₹95 જમા કરાવો અને મેચ્યોરિટી પર ₹14 લાખ મેળવો !
👉 પોસ્ટ ઓફિસમાં અનેક વીમા પૉલિસી છે, તેમાંથી જ એક સ્કીમ છે ગ્રામ સુમંગલ રૂરલ પોસ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ. આ એક એન્ડોમેન્ટ સ્કીમ છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને મનીબેક સાથે ઇશ્યોરન્સ કવર પણ આપે છે. આ સ્કીમ અંતર્ગત બે પ્રકારના પ્લાન હોય છે. 👉 આ યોજનાનો વધુ એક ફાયદો છે કે જો તમે દરરોજ ફક્ત 95 રૂપિયાના હિસાબે તેમાં રોકાણ કરશો તો તમે સ્કીમના અંત સુધીમાં 14 લાખ રૂપિયા મેળવી શકો છો. રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શયોરન્સ સ્કીમની શરૂઆત 1995 માં થઇ હતી. આ સ્કીમ અંતર્ગત પોસ્ટ ઓફિસ 6 અલગ - અલગ વીમા યોજનાઓ રજૂ કરે છે. તેમાંથી જ એક છે ગ્રામ સુમંગલ. શું છે ગ્રામ સુમંગલ સ્કીમ 👉 આ પૉલિસી તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમને સમયે સમયે પૈસાની જરૂર પડે છે . મની બેક ઇન્શ્યોરન્સ પૉલિસી ગ્રામ સુમંગલ યોજનામાં મહત્તમ 10 લાખ રૂપિયાનો સમ અશ્યોર્ડ મળે છે. પૉલિસી લીધા બાદ વ્યક્તિનું મૃત્યુ પૉલિસી પીરિયડ દરમ્યાન ન થાય તો તેને મનીબેકનો ફાયદો પણ મળે છે. વ્યક્તિનું મૃત્યુ થવા પર નોમિનિને સમ અશ્યોર્ડ સાથે બોનસ રકમ પણ આપવામાં આવે છે. પૉલિસી કોણ લઇ શકે છે 👉 પૉલિસી સુમંગલ સ્કીમ બે પીરિયડ માટે મળે છે. તેમાં 15 વર્ષ અને 20 વર્ષ સામેલ છે. આ પૉલિસી માટે ઓછામાં ઓછી ઉંમર 19 વર્ષ હોવી જોઇએ. વધુમાં વધુ 45 વર્ષના વ્યક્તિ 15 વર્ષના પીરિયડ માટે આ સ્કીમ લઇ શકે છે. 20 વર્ષ માટે આ પૉલિસી વધુમાં વધુ 40 વર્ષનો વ્યક્તિ લઇ શકે છે. મની બેકનો નિયમ 👉 15 વર્ષની પૉલિસીમાં 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂરા થયા બાદ 20-20 ટકા મની બેક મળે છે. સાથે જ મેચ્યોરિટી પર બોનસ સહિત બાકી 40 ટકા પૈસા આપવામાં આવશે. આ જ રીતે 20 વર્ષની પૉલીસીમાં 8 વર્ષ , 12 વર્ષ અને 16 વર્ષના પીરિયડ પર 20-20 ટકા પૈસા મળે છે . બાકી 40 ટકા પૈસા બોનસ સાથે મેચ્યોરિટી પર આપવામાં આવશે. ફક્ત 95 રૂપિયા દરરોજનું પ્રીમિયમ 👉 પ્રીમિયમની વાત કરીએ તો જો 25 વર્ષનો વ્યક્તિ 7 લાખ રૂપિયાના સમ અશ્યોર્ડની સાથે આ પૉલિસીને 20 વર્ષ માટે લઇ તેને દર મહિને 2853 રૂપિયાનું પ્રીમિયમ પડશે એટલે કે દરરોજના હિસાબે આશરે 95 રૂપિયા. ત્રિમાસિક પ્રીમિયમ 8449 રૂપિયા હશે , છમાસિક પ્રીમિયમ 16715 રૂપિયા અને વાર્ષિક પ્રીમિયમ 32735 રૂપિયા હશે. 👉 આ રીતે મળશે 14 લાખ રૂપિયા પૉલિસીમાં 8 માં , 12 માં અને 16 માં વર્ષમાં 20-20 ટકાના હિસાબે 1.4-1.4 લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે . એતે 20 મા વર્ષમાં 2.8 લાખ રૂપિયા સમ એશ્યોર્ડના રૂપમાં પણ મળશે . જ્યારે પ્રતિ હજાર વાર્ષિક બોનસ 48 રૂપિયા છે , 7 લાખ રૂપિયાથી સમ એશ્યોર્ડ પર વાર્ષિક બોનસ થયુ 33600 રૂપિયા , એટલે કે સમગ્ર પૉલિસીનો પિરિયડ એટલે કિ 20 વર્ષોમાં બોનસ થયુ 6.72 લાખ રૂપિયા . 20 વર્ષોમાં કુલ 13.72 લાખ રૂપિયાનો ફાયદો થશે . તેમાંથી મની બેક તરીકે 4.2 લાખ રૂપિયા પહેલા જ મળશે અને મેચ્યોરિટી પર એક સાથે 9.52 લાખ રૂપિયા આપવામાં આવશે . 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સંદેશ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
4