યોજના અને સબસીડીVTV ગુજરાતી
દરરોજ ફક્ત ₹ 50ની બચત પર આપી રહ્યું છે 35 લાખનો ફાયદો !
📮 પોસ્ટ ઓફિસમાં ઘણી એવી સ્કીમ્સ છે જેમાં રોકાણ કરીને તમારા પૈસાને સુરક્ષિત રીતે ડબલ કરી શકાય છે. જો તમે પણ ઓછા જોખમમાં વધુ રિટર્ન મેળવવા માટેના રોકાણના વિકલ્પો શોધી રહ્યા છો? તેમાં તમે ઓછા જોખમ પર વધુ નફો કમાઈ શકો છો.
📮 પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનાની. ભારતીય પોસ્ટની ગ્રામ સુરક્ષા યોજના એક એવો વિકલ્પ છે. જેમાં ઓછા રિસ્કમાં સારૂ રિટર્ન મળી શકે છે. ગ્રામ સુરક્ષા યોજના હેઠળ બોનસની સાથે સુનિશ્ચિત રકમ 80 વર્ષની ઉંમર પર મળશે અથવા નિધનની સ્થિતિમાં નોમિનીને મળશે.
📮 શું છે નિયમ અને શરતો? કોઈ પણ ભારતીય નાગરિક 19થી 55 વર્ષની ઉંમરની વચ્ચે ગ્રામ સુરક્ષા યોજનાને લઈ શકે છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. યોજનાનું પ્રીમિયમ પેમેન્ટ મહિને, ત્રણ મહિને, 6 મહિને અથવા 1 વર્ષે કરી શકે છે. ગ્રાહકોને પ્રીમિયમની ચુકવણી કરવા માટે 30 દિવસની છૂટ આપવામાં આવે છે. પોલિસી સમયગાળા વખતે જો હપ્તો છુટી જાય તો આવી સ્થિતિમાં ગ્રાહક પોલિસીને ફરી શરૂ કરવા માટે પેન્ડિંગ પ્રીમિયમની ચુકવણી કરી શકે છે.
📮લોન પણ મળશે: ગ્રામ સુરક્ષા વીમા યોજના લોનની સુવિધા પણ આપે છે. જેનો લાભ પોલિસી ખરીદવાના ચાર વર્ષ બાદ લઈ શકાય છે. ગ્રાહક 3 વર્ષ બાદ પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. જોકે આ સ્થિતિમાં તેની સાથે કોઈ લાભ નથી મળતા. પોલિસીનું સૌથી મોટુ આકર્ષણ ઈન્ડિયા પોસ્ટની તરફથી આપવામાં આવતુ બોનસ છે અને અંતિમ બોનસ પ્રતિ વર્ષ 65 રૂપિયા પ્રતિ 1,000 રૂપિયાનું આશ્વાસન આપવામાં આવે છે.
📮મેચ્યોરિટી પર બેનેફિટ? જો કોઈ 19 વર્ષની ઉંમરમાં 10 લાખની ગ્રામ સુરક્ષા વીમા યોજના ખરીદે છે તો 55 વર્ષ માટે માસિક પ્રીમિયમ 1,515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલિસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાની મેચ્યોરિટી બેનિફિટ મળશે. 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ 34.60 લાખ રૂપિયા હશે.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.