યોજના અને સબસીડીTV9 ગુજરાતી
દમદાર યોજના ! મહિને માત્ર 55 રૂપિયા ભરો અને બાદ માં ₹36,000 નું પેન્શન મેળવો !
સરળ ભાષામાં સમજો તો આ એક પેન્શન યોજના છે, આ પેન્શન યોજનામાં 60 વર્ષથી ઉપરના લોકોને પેન્શન આપવામાં આવશે અને લોકોને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. આ માટે લોકોએ પ્રીમિયમ પણ ચૂકવવું પડે છે અને તે ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. શ્રમ યોગી માનધાન યોજના: • 36,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. 18 થી 40 વર્ષની વય જૂથના લોકો આ યોજનામાં જોડાઈ શકે છે અને યોજનામાં પ્રીમિયમ રકમ વયના આધારે નક્કી કરવામાં આવે છે. 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મહિને 3,000 રૂપિયાના દરે આપવામાં આવશે. વય મુજબ પ્રીમિયમ : • જો તમે યોજનામાં મોડું રજિસ્ટ્રેશન કરો છો તો તમારે વધુ પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમે 18 વર્ષની ઉંમરે પેન્શન યોજના જમા કરવાનું શરૂ કરો છો, તો તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે, પરંતુ જો તમે 40 વર્ષની વયે શરૂ કરો છો, તો તમારે વધુ ચુકવણી કરવી પડશે. કેટલું ચૂકવવું પ્રીમિયમ : • જો તમે 18 વર્ષની વયે પેન્શન યોજનામાં શરૂઆત કરો છો, તો તમારે દર મહિને 55 રૂપિયા ફાળો આપવો પડશે. યોજનામાં પ્રીમિયમ 55 થી 200 રૂપિયા સુધીનું છે, જે વય અનુસાર નક્કી કરવામાં આવે છે. જો તમે 18 વર્ષની ઉંમર લેશો, તો વાર્ષિક ફાળો 660 રૂપિયા હશે. 42 વર્ષ સુધી આ રકમ ભર્યા બાદ કુલ રોકાણ રૂ. 27,720 થશે. તે જ રીતે 30 વર્ષ સુધીના લોકોએ 100 રૂપિયા ફાળવવા પડશે અને 40 વર્ષ સુધીના લોકોએ 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે. લાભ મેળવવા : • શ્રમયોગી માનધાન યોજનામાં નોંધણી માટે, નજીકના સીએસસી કેન્દ્રમાં જવું પડશે અને નોંધણી કરાવી લેવી પડશે. ત્યારબાદ દર મહિને તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને નિવૃત્તિ માટે પૈસા જમા કરવામાં આવશે. ખાતાધારક દ્વારા જેટલું યોગદાન આપવામાં આવશે, સરકાર પણ તેટલો જ ફાળો આપશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
10
સંબંધિત લેખ