AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થોડા રૂપિયા લગાવી શરુ કરો આ બિઝનેશ ને થોડા જ સમય માં મળશે સારી આવક !
નાણાંકીય માહિતીVTV ન્યૂઝ
થોડા રૂપિયા લગાવી શરુ કરો આ બિઝનેશ ને થોડા જ સમય માં મળશે સારી આવક !
અત્યારે મોટાભાગના લોકો ઘરે જ સમય પસાર કરી રહ્યાં છે અને આ દરમિયાન લોકોએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે અને એ લોકો આજે નોકરી કરતા સારી કમાણી કરી રહ્યાં છે. જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને એક એવા જ પ્લાન વિશે જણાવીશું. આમાં તમે માત્ર 3 હજાર રૂપિયા લગાવીને શરૂઆત કરી શકો છો. આ છે સલાડ વેચવાનો બિઝનેસ. અત્યારે લોકો હેલ્થ પ્રત્યે સજાગ બની ગયા છે અને જમવામાં સલાડ મહત્વની ભૂમિકા ભજવે છે. ડાયટિંગ કરતા લોકો માટે પણ સલાડ રામબાણની જેમ કામ કરે છે. કેવી રીતે શરૂઆત કરવી? શરૂઆતમાં તમે ઓછાં રૂપિયામાં માત્ર 4-5 પ્રકારના સલાડ બનાવી શકો છો. તેમાં રોકાણ ઓછું થશે અને ફીડબેક મુજબ તમે તેને વધારી શકો છો. પુણેની રહેવાસી મેઘા બાફનાએ ગત વર્ષે લોકડાઉનમાં સલાડ બનાવીને વેચવાનું કામ શરૂ કર્યું હતું. થોડા મહિના પછી જ 75 હજારથી 1 લાખ રૂપિયાની આવક થવા લાગી. મેઘાએ માત્ર 3 હજાર રૂપિયાના રોકાણ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે તેણે શરૂઆત 5 પ્રકારના સલાડથી કરી હતી. તેમાં ચણા ચાટ, મિક્સ કોર્ન, બીટ રૂટ, પાસ્તા સલાડ સામેલ હતા. શરૂઆત સોસાયટીના નજીકના લોકોથી કરી. એ પછી દિવસેને દિવસે માંગ વધવા લાગી તો ડિલીવરી બોય રાખવો પડ્યો. માર્કેટિંગ માટે શું કરવું? તેના માટે તમે સોશિયલ મીડિયા પર કંપનીઓ, શાળા અને ઘરનો સંપર્ક સાધી શકો છો. ઘણી એવી ઓનલાઇન વેબસાઇટ છે, જ્યાં ફૂડની ડિમાન્ડ રહે છે, ત્યાં રજિસ્ટર્ડ કરાવો અને પ્રોડક્ટ વિશે જણાવો. મેઘા મુજબ તેણે સલાડના બે રેટરાખ્યા હતા, એક 59 અને બીજા 69. નો પ્રોફિટ, નો લોસ પર શરૂ કરવાનું વિચાર્યું હતું પરંતુ દોઢ મહિના પછી જ પ્રોફિટ થવા લાગ્યો. દર મહિને 5થી 7 હજાર રૂપિયાની સેવિંગ થવા લાગી. ધીમે-ધીમે કસ્ટમર વધ્યા તો પ્રોફિટ પણ વધ્યું. લોકડાઉન પહેલાં સુધી મારી પાસે 200 કસ્ટમર્સ થઇ ગયા હતા અને મહિનાની સેવિંગ 75 હજારથી 1 લાખ સુધી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
4