AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થાપ ખાતા નહિ; મગફળીમાં ઉધઈ અને સફેદ ઘૈણના નુકસાનને ઓળખવામાં !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
થાપ ખાતા નહિ; મગફળીમાં ઉધઈ અને સફેદ ઘૈણના નુકસાનને ઓળખવામાં !!
👉ગોરાડુ જમીનમાં કરેલ મગફળીમાં આ બંન્ને જીવાત નુકસાન કરી શકે છે. જાણીયે, આ બંન્નેનું નુકસાન એક બીજાથી કેવી રીતે જૂદુ પડે? 👉ઉધઈ હોય તો છોડ એકાદ બે દિવસમાં સુકાઇ જાય જ્યારે મુન્ડાના નુકસાનમાં થોડા દિવસો લાગે. ઉધઈનું નુક્સાન ટાપામાં (કુંડાળા) આગળ વધે. 👉જ્યારે સફેદ ઘૈણ સીધી ચાસમાં નુકસાન કરતી આગળ વધે છે. છોડ જમીનમાંથી ઉપડતા તે સહેલાઇથી ખેંચાઇ આવે તો તે ઉધઇથી નુકસાન પામેલ છે અને જો છોડને ખેંચતા થોડો શ્રમ પડે તો સમજવું કે તે મુંન્ડાથી નુકસાન પામેલ છે. મોટા ભાગે સફેદ ઘૈણનું નુકસાન ઉધઈ કરતા અનેક ગણું વધારે હોય છે. આમ નક્કી કર્યા પછી જ દવાકીય પગલાં ભરીએ તો તેના સચોટ પરિણામ અવશ્ય મળે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
7
અન્ય લેખો