AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થડની છાલ કોરી ખાનાર ઇયળ- બાગાયતી પાકોમાં એક મોટી સમશ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
થડની છાલ કોરી ખાનાર ઇયળ- બાગાયતી પાકોમાં એક મોટી સમશ્યા
• દાડમ, જામફળ, આંબો, સરગવો, બોર, સીતાફળ, આમળાં વિગેરે બાગાયતી પાકોમાં આ ઇયળથી નુકસાન થાય છે. _x000D_ • ઇયળ થડ અને છાલમાં કાણાં પાડી અંદરનો ભાગ કોરી ખાય છે. _x000D_ • ઇયળો દિવસ દરમ્યાન કાણામાં ભરાઇ રહે છે અને રાત્રિ દરમ્યાન લીલી છાલ કોરી ખાય છે. _x000D_ • નુકસાનવાળા ભાગ ઉપર જાળા અને હગાર સ્પષ્ટ દેખાય છે. _x000D_ • ડાળીના સાંધામાં નુકસાન હોય તો ડાળી પવનથી ભાંગી જઇ સુકાય જાય છે. _x000D_ • સામાન્ય રીતે જુના ઝાડમાં તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે._x000D_ • વાડી સ્વચ્છ રાખવી અને નિયમિત છટણી કરતા રહેવું._x000D_ • જે ડાળીઓ ઉપર આ ઇયળથી ખૂબ વધારે નુકસાન થયું હોય તો તેવી ડાળી કાપી નાંખી નાશ કરવી._x000D_ • થડ તથા ડાળીઓ પર બનાવેલ ઝાળા દુર કરવા._x000D_ • ઇયળે બનાવેલ કાણું શોધી કાઢી તેમા લોખંડનો મજબુત તાર નાખી ઇયળને મારી નાખવી._x000D_ • ઇયળે બનાવેલ કાણાંમાં એક લિટર કેરોસીન + ૧૦૦ ગ્રામ સાબુ + ૭ લિટર પાણીનું દ્રાવણ બનાવી કાણામાં જરૂરીયાત પ્રમાણે રેડી છાણ કે ચીકણી માટીથી કાણું બંધ કરવુ. _x000D_ • થડ ઉપરના જાળા સાફ કર્યા પછી કોઇ પણ એક દવાનો છંટકાવ થડ ઉપર કરવો. આ પ્રકારની માવજત વર્ષમાં બે વાર કરવી._x000D_ સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
35
0
અન્ય લેખો