કૃષિ વાર્તાAgrostar
ત્રણ મહિના પહેલા જ જાણી શકાશે, માર્કેટના ભાવ
ખેડૂતો માટે સરકારે એક એવું પોર્ટલ શરૂ કર્યું છે, જે સંભવિત ભાવોને લઇને પહેલા જ ચેતવણીઓ જારી કરે છે. આ પોર્ટલ ની શરૂવાત ખુદ ફૂડ પ્રોસેસિંગ મંત્રી હરસિમરત કૌર બાદલ એ કરી છે. હાલમાં, આ પોર્ટલની મદદથી આગામી ત્રણ મહિના ના સંભવિત હોલસેલ ભાવનો અંદાજ લગાવી શકાય છે.
પોર્ટલ હાલમાં બટાટા, ડુંગળી અને ટામેટાંના સંભવિત ભાવો વિશે માહિતી પ્રદાન કરે છે. પરંતુ આગામી સમયમાં તેમાં અન્ય શાકભાજીની માહિતી પણ ઉમેરી શકાશે. એટલું જ નહીં, ભાવો ઘટવાની સ્થિતિમાં આ પોર્ટલ ખેડૂતોને ચેતવણી આપશે.