AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તૈયાર થયેલ કેરીને મિલિબગ થી બચાવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તૈયાર થયેલ કેરીને મિલિબગ થી બચાવો !
🥭 મિલિબગ ખાસ કરીને મોટી તૈયાર થવા આવેલ કેરીના ફળ અને તેના ડીંટા ઉપર ચોટી જઈ રસ ચૂંસતી હોવાથી ફળની ગુણવત્તા બગડતા વેચાણ લાયક રહેતા નથી. 🥭 આ જીવાતનો ઉપદ્રવ માંગરોળ, જૂનાગઢ અને વંથલી પંથકમાં નોંધપાત્ર જોવા મળ્યો છે. 🥭 મે અને જૂન મહિનામાં આ જીવાત વધારે સક્રિય રહેતી હોય છે. 🥭 મિલિબગના બચ્ચાં જમીનમાંથી ઝાડ ઉપર જાતે ચડે છે અને સાથે સાથે લાલ કીડી એને ફેલાવામાં મદદ કરતી હોય છે. 🥭 વાડીમાં ઝાડની ફરતે ગોડ કરતા રહી તેની આજુબાજે ક્વિનાલફોસ જેવી દવા દરેડતા રહેવું. 🥭 ઝાડની ફરતે જમીનથી એક મીટર ઉંચે પ્લાસ્ટિકનો પટ્ટો લગાવી જીવાતને ચડતાં રોકવી. 🥭 ઉપદ્રવની શરુઆત થાય કે તરત જ ડાયમેથોએટ 30 ઇસી દવા 10 મિલિ અથવા સ્પાઇરોટેટ્રામેટ 11.11 % + ઇમિડાક્લોપ્રિડ 11.11% એસએલ દવા 5 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. 🥭 વધુમાં દવાના દ્રાવણમાં કપડા ધોવાનો કોઇ પણ પાવડર કે સ્ટીકર ઉમેરવાથી સારું પરિણામ મળી શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
5
0
અન્ય લેખો