AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેર પાક વાવેતર સમય અને બીજ માવજત !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર પાક વાવેતર સમય અને બીજ માવજત !
વાવેતરનો સમય : તુવેરના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વાવણીનો સમય ખૂબ જ અગત્યનો છે . તુવેરના પાકમાં વહેલી વાવણી કરવાથી વધારે સમય સુધી પાક જમીન ઉપર ઊભો રહે છે અને છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે . મોડું વાવેતર કરવાથી છોડની વૃદ્ધિ બરાબર થતી નથી અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. એટલે તુવેરના પાકનું વાવેતર કરવા માટે ૧૫ જુલાઈ થી ૧૦ ઓગસ્ટ સુધી વાવેતર કરવાથી સારું ઉત્પાદન મળે છે. આમ છતાં, જુલાઇમાં વાવણી લાયક વરસાદ થાય કે તુરત જ વાવણી કરવી. બીજ માવજત : જમીન અને બીજ જન્ય રોગોથી કુમળા છોડના રક્ષણ કરી શકાય અને એકમ વિસ્તારની છોડની પૂરતી સંખ્યા જળવાઇ રહે તે માટે બીજને વાવતા પહેલાં થાયરમ અથવા કાર્બેન્ડીઝમ ફુગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૨.૫ થી ૩ ગ્રામ દવાનો પટ આપવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
42
14