ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેરમાં શીંગકોરી ખાનાર ઇયળોનું વ્યવસ્થાપન
મધ્યમ અને મોડી પાકતી જાતોમાં લીલી ઇયળ અને શીંગમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. લીલી ઇયળ પોપટા કે શીંગોમાં કાણું પાડી નુકસાન કરે છે. શીંગ માખીની નાની ઇયળ શીંગમાં ઉતરી દાણાને નુકસાન કરે છે. જ્યારે ટપકાંવાળી ઇયળ ફૂલ, કળી કે શીંગોના ગુચ્છા બનાવી અંદર રહીને ખાય છે. સંકલિત વ્યવસ્થાપન: • લીલી ઇયળના ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ ની સંખ્યામાં મુકવા. • જ્યાં લાઈટની વ્યવસ્થા થઈ શકે ત્યાં લાઇટ ટ્રેપ ગોઠવવું. • ઉપદ્રવની શરુઆત વખતે લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • લીલી ઇયળનું એનપીવી ૨૫૦ એલઇ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો.
• બેસીલસ થુરીન્જીન્સીસ નામનો જીવાણુંયુકત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • આ ઇયળોનો વધુ ઉપદ્રવ હોય તો લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ.લિ અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ અથવા ફ્લુબેંન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૩ મિ.લિ. અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી ૫ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • શાકભાજીની તુવેરમાં મોનોક્રોટોફોસ દવાનો છંટકાવ કરવો નહિ. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત)
90
0
સંબંધિત લેખ