AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરની વહેલી વાવણી કરી હોય અને ફૂલોની શરુઆત થઇ ગઇ હોય તો આટલુ ચેક કરો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેરની વહેલી વાવણી કરી હોય અને ફૂલોની શરુઆત થઇ ગઇ હોય તો આટલુ ચેક કરો !
આ સમયે તુવેરમાં લીલી ઇયળ કે જેને શીંગની ઇયળ પણ કહેવામાં આવે છે. આ ઇયળ તુવેરના ફૂલો ઉપરાંત ફૂલમાથી બેઠેલ પોપટા/ શીંગેને પણ કોરી ખાઇને નુકસાન કરે છે. જે ખેડૂત મિત્રોની તુવેરની નજીક ભીંડા કે કપાસનું વાવેતર હશે ત્યાં આ ઇયળનો ઉપદ્રવ વહેલો અને વધારે જણાશે. મકાઇની સાથે તુવેરની વાવણી કરી હશે તો ઉપદ્રવ ઓછો રહેશે. અટકાવ માટે શરુઆતમાં રાસાયણિક દવાનો છંટકાવ ન કરતા, આ ઇયળનો એનપીવી મળે છે તેનો ૫૦૦ મીલી પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
8
અન્ય લેખો