ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેરના પાકમાં લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ !
🐛 આ લીલી ઇયળ તુવેરના ફૂલોને તો નુકસાન કરે છે પણ સાથે સાથે શીંગો ઉપર કાણૂં પાડી અંદર વિકસતા દાણાને ખાઇ જાય છે.
🐛 એક ઇયળ એક કરતા વધારે શીંગોને નુકસાન પહોંચાડી શકે છે.
🐛 તુવેરના પાકમાં મળતા લીલી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ એકરે 16 પ્રમાણે ગોઠવવા.
🐛 ઉપદ્રવની શરુઆતે એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી 10 ગ્રામ અથવા ક્લોરાંટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૨૦ ડબલ્યુડીજી 8 ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% ઇસી 30 મિલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% ઇસી દવા 30 મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી રક્ષણ મેળવી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.