નઈ ખેતી, નયા કિસાનન્યુઝ 18 ગુજરાતી
તુલસી ની ખેતી બનાવી દેશે લાખોપતિ ? જાણો સાચી માહિતી !
👉 દવાઓનું બજાર એટલું મોટું છે અને તેમાં વપરાતા નેચરલ ઉત્પાદનોની હંમેશા માંગ રહે છે, તો પછી શા માટે ઔષધીય છોડની ખેતીના વ્યવસાયમાં હાથ ન અજમાવીએ?. આમાં, ખર્ચ પણ ઓછો છે અને લાંબા ગાળાની કમાણી પણ સુનિશ્ચિત. ઔષધીય છોડની ખેતી માટે ખુબ મોટા ખેતર કે રોકાણની જરૂર નથી.
👉 આજકાલ ઘણી કંપનીઓ કોન્ટ્રાક્ટ પર ઔષધીઓની ખેતી કરાવી રહી છે.
👉 તુલસી, આર્ટેમિસિયા એન્યુઆ, લિકોરીસ, એલોવેરા વગેરે જેવા મોટા ભાગના હર્બલ છોડ ખૂબ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. આમાંથી કેટલાક છોડ નાના-નાના કુંડાઓમાં પણ ઉગાડી શકાય છે. હાલના દિવસોમાં, દેશમાં એવી ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે જે પાક ખરીદવા માટે કરાર કરે છે, જે તમારી કમાણીને સુનિશ્ચિત કરે છે.
👉 પતંજલિ, ડાબર, વૈદ્યનાથ વગેરે જેવી આયુર્વેદ દવાઓ બનાવતી કંપનીઓ દ્વારા તુલસીની ખેતી પણ કોન્ટ્રાક્ટ ખેતી કરી રહી છે. જેઓ પોતાના માધ્યમથી પાક ખરીદે છે. તુલસીના બીજ અને તેલનું મોટું બજાર છે. તેલ અને તુલસીના બીજ દરરોજ નવા ભાવે વેચાય છે. આ કંપની સાથે કોન્ટ્રાકટ કરવા માટે તમારે તેમની ઓફિશિયલ વેબસાઈટ પર મુલાકાત કરી જરૂરી માહિતી આપવાની રહશે.
👉 ઔષધીય વનસ્પતિની ખેતી માટે, તમારે સારી તાલીમ લેવી જરૂરી છે. કોઈ પણ નવો પાક કરતા પહેલા તેના વિષે સંપૂર્ણ માહિતી મેળવી બજારમાંગ ને ધ્યાન માં રાખીને જ વાવેતર કરવું.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.