કૃષિ વાર્તાકૃષિ જાગરણ
તીડ ના ઝુંડ નું નિયંત્રણ કરવા જંતુનાશક દવા નો છંટકાવ ડ્રોન અને હેલિકોપ્ટર થી થશે !
કેટલાક રાજ્યોમાં સક્રિય તીડ ઝુંડ ને નિયંત્રિત કરવા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 28 મેના રોજ, વિભાગીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સમીક્ષા કરી. તેમણે કહ્યું કે સરકાર આ સમસ્યાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. રાજ્યો સાથે તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. રાજ્યોને સલાહ આપવામાં આવી છે. બ્રિટનથી વધારાના સ્પ્રેઅર 15 દિવસની અંદર આપણા દેશમાં આવવાનું શરૂ થઇ જશે. તેમનો ઓર્ડર પહેલેથી જ આપવામાં આવ્યો છે. 45 વધુ સ્પ્રેઅર પણ આગામી એક - દોઢ મહિનામાં ખરીદવામાં આવશે. ઉંચા ઝાડ અને દુર્ગમ વિસ્તારોમાં અસરકારક નિયંત્રણ માટે જંતુનાશક દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે અને કેટલાક સ્થળોએ એવું થઈ રહ્યું છે કે અમે આ સક્રિય તીડ ઝુંડ ને નિયંત્રિત કરવા માટે હેલિકોપ્ટર સેવાઓ લેવા માટે પણ તૈયાર છીએ. તમને જણાવી આપીયે કે, હમણાં સુધી મંદસૌર, નીમચ, ઉજ્જૈન, રતલામ, દેવાસ, આગર, માલવા, છતરપુર, સતના ગ્વાલિયર, રાજસ્થાન ના જેસલમેર, શ્રીગંગાનગર, જોધપુર, બાડમેર, નાગૌર, અજમેર, પાલી, બિકાનેર, ભિલવાડા, સિરોહી, જાલોર, ઉદેપુર, પ્રતાપગઢ, ચિત્તોડગઢ, દૌસા, ચુરુ, સીકર, ઝાલાવાડ, જયપુર, કરૌલી અને હનુમાનગઢ, ગુજરાત ના બનાસકાંઠા અને કચ્છ, ઉત્તર પ્રદેશ માં ઝાંસી અને પંજાબના ફાજિલકા જિલ્લામાં 334 સ્થળોએ 50,468 હેક્ટરના ક્ષેત્રમાં હોપર અને ગુલાબી ઝુંડ નું નિયંત્રણ કરવામાં આવ્યું છે. હાલમાં રાજસ્થાનમાં દૌસા, શ્રીગંગાનગર, જોધપુર, બિકાનેર, મધ્યપ્રદેશ ના મુરેના અને યુ.પી. ના ઝાંસીમાં અપરિપક્વ ગુલાબી તીડનાં ટોળાં સક્રિય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આરકેવીવાય (60:40) હેઠળ વાહનોની ખરીદી, સ્પ્રે સાધનો, તાલીમ અને તીડ નિયંત્રણના સંદર્ભમાં વિસ્તરણ માટે રૂ. 1.80 કરોડ રૂપિયા ની નાણાકીય સહાયની દરખાસ્તને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સર્વેક્ષણ અને નિયંત્રણ કામગીરીમાં કર્મચારીઓ રોકાયેલા છે. પાક સંરક્ષણ ડિરેક્ટોરેટ ઉપરાંત, વિવિધ સ્થળોએથી ક્વોરેન્ટાઇન અને સ્ટોરેજ વિભાગે 80 વધારાના તકનીકી કર્મચારીઓને તૈનાત કર્યા છે. કંટ્રોલરૂમ તમામ એલસીઓ અને એલડબ્લ્યુઓમાં સ્થાપિત થયેલ છે અને 11 નિયંત્રણ રૂમ કાર્યરત છે. સંદર્ભ : કૃષિ જાગરણ, 29 મે 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
143
0
અન્ય લેખો