યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
તાર ફેન્સીંગ માટે સહાય યોજના!
🔆વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આમ તો આ યોજના વર્ષ 2005 થી અમલમાં છે પરંતુ રાજય સરકાર દ્વારા વખતો વખત તેમાં સુધારા વધારા કરવામાં આવે છે. તેવામાં ફરી એક વખત આ યોજના ખેડૂતો માટે ખુલ્લી મુકવામાં આવી છે.
🔆આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોના જુથને ઓછામાં ઓછા 2 (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપ વામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે. કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે.
🔆ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ 10 દિવસમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
🔆જોઇશે આટલા પુરાવા
• ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક
• 7/12, 8-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
• બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક
• આધારકાર્ડની નકલ
• કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક
• ડીમાર્કશન વાળો નકશો
🔆આ સહાય ની વધારે માહિતી માટે અને ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in ની મુલાકાત લો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર