AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારOnly You
તાત માટે રાહતના સમાચાર, ચોમાસુ વહેલું ચાલુ થવાના એંધાણ !
🌧 કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગએ રાહતની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમા આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. હાલમાં અંદામાન નિકોબાલ ટાપુ પર ચોમાસાની હલચલ શરૂ થઈ છે. સામાન્ય કરતા એક અઠવાડિયા પહેલા અંદામાન નિકોબાલમાં હલચલ શરૂ થઈ હોવાથી કેરળમા પણ સામાન્ય કરતા ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. 🌧 સામાન્ય રીતે એક જુનથી કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે. જ્યારે ગુજરાતમાં સામાન્ય રીતે જુન 15 સુધી ચોમાસું શરૂ થાય છે, ત્યારે આ વખતે વહેલુ ચોમાસુ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થવાની શક્યતા : 🌧 કાળઝાળ ગરમી વચ્ચે રાહતની આગાહી થતા ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસુ થોડું વહેલું શરૂ થશે તેથી કેટલાંક રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધ ઉપરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સટેન્ડેડ રેન્જ, પ્રિડિક્શન સીસ્ટીમનો ઉપયોગ કરી આ અનુમાન આપ્યું છે. 🌧 હાલની ગરમી જોતા તમામ લોકો જલ્દી વરસાદ વર્ષે અને વાતાવરણમાં થડક પ્રસરે તેની રાહ જોઈ રહ્યા છે,સાથે જ ખેડૂતોમિત્રો પણ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના ખેતી કાર્યો ને આગળ વધારશે અને ખરીફ પાકની તૈયારીમાં વ્યસ્ત બનશે. સંદર્ભ : Only you. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
54
12