કૃષિ વાર્તાVTV ગુજરાતી
તાત પર વધુ એક સંકટ, આ તારીખે પડી શકે છે 'આફતનો વરસાદ'
☔ રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આજે ઘણા વિસ્તારોમાં આફતનો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. અંબાલાલના વરતારા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી વાતાવરણમાં પલટો આવશે.
4થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદ:
☔ જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4થી 11 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. તેમજ 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે જેથી ઠંડી અને કમોસમી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે.
સંદર્ભ : VTV ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.