ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તળછારા ના રોગ નું નિયંત્રણ
🟢તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે.
🟢શરૂઆતના બે ત્રણ પાન ઉપર અર્ધપારદર્શક ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે મોટા થાય સુકાઈ જાય છે.
🟢પાછલી અવસ્થામાં પાનની ઉપરની બાજુએ અનિયમિત આકાર ના પીળાશ પડતા ડાઘ પડે છે. અને પાનની 🟢નીચેની બાજુ એ અને પાન ઉપર સફેદ રંગ ની ફૂગનો વિકાસ થાય છે.
🟢આ રોગ માં પાન પર પીળા ધાબા પડતા હોવાને કારણે પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયામાં ઘટાડો થતા છોડનો
વિકાસ અટકી જાય છે.
🟢વધુ ઉપદ્રવ માં પાન સુકાઈ ને ખરતા જોવા મળે છે.
🟢પાન ખરી પડતા હોવાને કારણે છોડ પર લાગેલા ફળો ઉપર સૂર્ય તાપની સીધી અસર થવાને કારણે ફળની ગુણવતા ઘટતી હોય છે.
🟢છોડની વૃદ્ધિ અટકવાથી ફળ ઓછા બેસે છે અને ફળ કદમાં નાનું રહે છે.
🟢આ રોગ ના નિયંત્રણ માટે શરૂઆતની અવસ્થામાં કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG ઘટક ધરાવતી કુપર- ૧ દવા ને 45 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. બીજો છંટકાવ 12 થી ૧૫ દિવસ પછી એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી ઘટક ધરાવતી એગ્રોસ્ટાર રોઝતમ 22 મિલી પ્રતિ પંપ પ્રમાણે પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!