AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલ પાકની વૈજ્ઞાનિક ખેતી
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ પાકની વૈજ્ઞાનિક ખેતી
તલનો પાક ખાદ્ય તેલીબિયાં પાક તરીકે ખુબ જ અગત્યનો છે. તલ પાકનું વાવેતર કરવાનો યોગ્ય સમય જૂનના છેલ્લા અઠવાડિયાથી જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીનો ગણવામાં આવે છે.તલ પાક નું ગુજરાત માં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા, ખેડા, કચ્છ અને જામનગર જિલ્લાઓમાં મુખ્યત્વે વાવેતર થાય છે._x000D_ _x000D_ જમીન: _x000D_ તલના પાકને સારા નિતારવાળી ગોરાડુ, બેસર, રેતાળ કે મધ્યમ કાળી જમીન વધુ માફ્ક આવે છે. _x000D_ _x000D_ બિયારણ દર અને માવજત : _x000D_ તલનું એક હેકટરમાં વાવેતર માટે 2.5 થી 3 કિલો બિયારણ યોગ્ય છે. તલના બીજને ફૂગનાશક દવા સાથે બીજ માવજત પટ આપીને પછી વાવેતર કરવાથી ઉગાવો સારો થાય છે._x000D_ _x000D_ વાવણીનો સમય અને અંતર: _x000D_ ચોમાસું તલના વાવેતર માટે જૂનના છેલ્લા અઠવાડિયાથી જુલાઈના પહેલા અઠવાડિયા દરમ્યાન વાવેતર કરવામાં આવે છે. ચોમાસું તલ માટે બે હાર વચ્ચે 45 સેમી. અને વાવણી બાદ 20 થી 25 દિવસે બે છોડ વચ્ચે 10-15 સેમી.નું અંતર રાખી પારવણી કરવી હિતાવહ છે._x000D_ _x000D_ ખાતર વ્યવસ્થાપન: _x000D_ જમીનમાં ૧૦ ટન છાણિયું ખાતર નાખી જમીન તૈયાર કરવી. રાસાયણિક ખાતર જમીન ચકાસણી મુજબ જ યોગ્ય માત્રા માં આપવું. ચોમાસુ તલ માટે 25-25-40 ના-ફે-પો કિલો પ્રતિ હેકટર આપવું._x000D_ _x000D_ નિંદામણ નિયંત્રણ: _x000D_ તલનો પાક શરુઆતમાં ધીમી ગતિએ વિકાસ કરે છે અને તે જ સમયે જો નિંદામણ કરવામાં ન આવે તો તેની સીધી જ અસર ઉત્પાદન પર થતી હોય છે. તલના પાકને ઉગ્યા પછીથી 15 થી 30 દિવસ સુધી પાકને નિંદામણમુક્ત રાખવો. જરૂરત પ્રમાણે આંતરખેડ અને હાથથી નિંદામણ કરાવવું._x000D_ _x000D_ આંતરપાક : _x000D_ તલ ના પાક સાથે અન્ય પાક નું વાવેતર કરીને પાક જોખમ ઘટાડી શકાય છે. આંતરપાક તરીકે, કપાસ, મકાઈ, તુવેર, દિવેલા, મગફ્ળી અને સૂર્યમુખી વગેરે સાથે લઇ શકાય છે._x000D_
સંદર્ભ :- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આપેલ પાક માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
89
7
અન્ય લેખો