AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલમાં હાથની આંગળી જેવડી મોટી ઈયળ ને ઓળખો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલમાં હાથની આંગળી જેવડી મોટી ઈયળ ને ઓળખો !
✔️ આ ભૂતિયા ફૂંદાની ઇયળ અવસ્થા છે જે ખૂબ જ મોટી અને જાડી તેમ જ ખાઉધરી જીવાત છે. ✔️ છોડ ઉપર એકાદ ઇયળ હોય તો તેને બુઠ્ઠો બનાવી દેવામાં વાર જ લાગતી નથી. ✔️ ઈયળ કાબર-ચીતરી અને લીલા રંગની હાથીના સૂંઢ જેવી લાંબી દેખાતી હોવાથી ઓળખવી સરળ છે. ✔️ પાનની નસ સિવાયનો બધો જ ભાગ કોરી ખાતી હોય છે. ઈયળ ખૂબ જ મોટી હોવાથી રાસાયણિક દવાઓથી નિયંત્રણ કરવું ખૂબ જ અઘરુ છે. ✔️ ખેતરમાં એકાદ પ્રકાશ પિંજર ગોઠવી દેવું. ખેતરમાં ફરી ફરીને આવી દેખાતી ઇયળો હાથથી પકડીને નાશ કરવી એ જ ઉત્તમ ઉપાય છે. આપના વિસ્તારમાં કોઇ મઘ પાલન કરતા હોય તો આ જીવાત આપના ખેતર સુધી પહોંચી શકે છે કારણ કે આની પુક્ત અવસ્થા (ફૂંદુ) ત્યાં નુકસાન કરતું હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
4
2
અન્ય લેખો