એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તલમાં નુકસાન કરતી ભૂતિયા ફૂદાની ઈયળ
➡ આ જીવાતની મોટા કદની કાબર-ચીતરી ઇયળ છોડના પાન ખાઇને નુકસાન કરે છે.
➡ નુકસાન પામેલ છોડમાં ફકત પાનની નસ બાકી રહે છે.
➡ આનું ફુંદુ મધપુડામાંથી મધ ચૂંસીને મધમાખી પાલન કરતા ખેડૂતો માટે પણ એક મોટી સમસ્યા ઉભી થયેલ છે.
➡ ઉપદ્રવ ઓછો હોય તો ઇયળોનો હાથથી વીણી નાશ કરવો, ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવી પકડાતા ફૂદાંનો નાશ કરવા.
➡ ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
➡ વધારે સંખ્યા જણાતી હોય તો ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલિ અથવા ક્લોરપાયરીફોસ 20 ઈસી 20 મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરી નિયંત્રણ મેળવવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.