AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલના પાકમાં પિયતનું યોગ્ય વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં પિયતનું યોગ્ય વ્યવસ્થાપન
💧 સામાન્ય રીતે ઉનાળુ તલને ૮ થી ૧૦ પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવાના થતા હોય છે. 💧 આમ છતાં પિયતની સંખ્યા અને બે પિયત વચ્ચેનો સમયગાળો જમીનના પ્રકાર/પ્રત અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે. 💧સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલને ૭ થી ૯ પિયતની જરૂર પડે છે. 💧 પ્રથમ પિયત તલનું વાવેતર કર્યા બાદ છઠા દિવસે આપવું. 💧છોડ ઉગી ગયા બાદનુ પિયત છોડ ડુબી ના જાય તે ખાસ કાળજી રાખવી આમ થવાથી તલમાં સુકારાનો પ્રશ્ન જોવા મળશે. 💧બીજું પિયત પ્રથમ પિયત બાદ છઠા દિવસે આપવું. બાકીના પ થી ૭ પિયત જમીનના પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે આપવા. 💧જો પાકની કટોકટીની અવસ્થાઓએ જમીનમાં ભેજની ખેચ પડે તો ઉત્પાદન પર માઠી અસર થાય છે. માટે તલની કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ અવસ્થા અને બેઢા અવસ્થાએ પિયત અવશ્ય આપવું. 💧તલના પાકને જયારે પિયત આપવાનું થાય ત્યારે હળવું પિયત અને પવનની ઓછી ગતિ હોય ત્યારે આપવાથી તલના છોડ ઢળી પડતાં અટકાવી શકાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ..
10
0