સ્વાસ્થ્ય સલાહએગ્રોસ્ટાર
તલના તેલ ના ફાયદા છે ઘણાં !
તલના ફાયદા:
✔️ગેસ કે કફ ને કારણે જેમનો શરીરનો વિકાસ અટકી ગયો હોય આ ઉપયુક્ત પ્રયોગ કરવાથી વિકાસ ઉત્તમ થાય છે. જઠર મજબૂત થાય છે. અને જેમના દાંત નબળા હોય તેમના દાંત મજબૂત થાય છે.
✔️નાની ઉંમરમાં જ વાળ સફેદ થવાની શિકાયત છે તો તેઓએ પણ કાળાતલ નો ઉપયોગ કરવો જોઈએ.
✔️સવાર સાંજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવાથી વાળ ખરતા બંધ થવા કાળા થવા જેવા ફાયદાઓ થાય છે.
તલના ફાયદા અને ઘરેલુ ઉપચાર
✔️બાળકો પથારીમાં રાત્રે પેશાબ કરતા હોય તો તેમને રોજ નાની મુઠીભરીને તલ ખવડાવવાની આદત નાખવી જોઈએ.
✔️આમ કરવાથી આ સમસ્યામાં તો ફાયદો થાય જ છે સાથે સાથે પેશાબ અટકી અટકીને આવવો, વધુ થવો, બળતરા સાથે તેવો, વગેરેમાં ફાયદો થાય છે.
✔️તલ અને ગોળનું સેવન પ્રમાણસર કરવું જોઈએ.
✔️દાઝેલા ભાગ પર તલને વાટીને ઘી અને કપૂર સાથે લેપ કરવાથી ફાયદો થાય છે. કઈ પણ વસ્તુ તળતા સમયે દાઝી ગયા હોઈ તો દૂધમાં તલ વાટીને આછો લેપ કરવાથી ખુબ જ ઝડપથી રાહત થાય છે.
✔️શિયાળામાં ફાટેલા હાથ પગ ગાલ અને હોઠ પર તલનું તેલ લગગાવવાથી ફાયદો થાય છે. લસણ નાખીને ગરમ કરેલું તલનું તેલ કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત થાય છે.
✔️સ્ત્રીઓને માસિક વખતે ખુબ જ પીળા થતી હોય કે માસિક બરાબર ના આવતું હોય તો તલ ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.
✔️એક ગ્લાસ પાનીમાં એક ચમચી જેટલા તલ લઇને ઉકાળવું, પાણી અડધું રહે એટલે ઉતારીને તેમાં ગોડ નાખીને તે પાણી પીવાથી માસિક સાફ આવે છે.
✔️વાટેલા કાળા તલ એક ભાગ, સાકાર બે ભાગ, અને બકરીનું દુહૂ ચાર ભાગ એટર કરી પીવાથી સક્તાતીસાર માટે છે. થોડાક તલ અને સાકર ને મિશ્ર કરીને મધમાં નાખીને ચાટવાથી બાળકોના લોહીના ઝાડા બંધ થાય છે.
✔️તલ અને વાવડિઁગ દૂધમાં વાટી માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.