કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં ફળ ફાટવાની સમસ્યા
👉તરબૂચના પાકમાં ફળ ફાટવાની સમસ્યા ખેડૂત મિત્રો માટે મોટું પડકારરૂપ બની શકે છે, જે નફામાં ઘટાડો કરે છે. આ સમસ્યા મુખ્યત્વે બોરોનની ઉણપ અને અનિયમિત પિયતના કારણે ઉદ્ભવે છે.
👉ફળ ફાટવાની સમસ્યા અટકાવવા માટે વાવણીના 30 થી 45 દિવસ બાદ પિયત સાથે (ડ્રિપ સિસ્ટમમાં) એક એકરમાં **બોરોન 20% 500 ગ્રામ અને કેલ્શિયમ નાઇટ્રેટ 10 કિલો** અપવું જરૂરી છે. આ પોષક તત્ત્વો ફળના યોગ્ય વિકાસમાં મદદ કરે છે અને તેની ત્વચાને મજબૂત બનાવે છે.
👉સાથે જ, પાકને નિયમિત અને યોગ્ય પ્રમાણમાં પિયત આપવું અનિવાર્ય છે. ખાસ કરીને ફળ ધીમે ધીમે મોટું થવાનું શરૂ કરે ત્યારે પાણીનું પ્રમાણ સંતુલિત રાખવું જોઈએ. જો પાણી અચાનક વધુ આપવામાં આવે, તો પણ ફળ ફાટવાની શક્યતા વધે છે.
👉આ પગલાં અપનાવીને ખેડૂત મિત્રો તરબૂચના પાકમાં ફળ ફાટવાની સમસ્યાને ઘટાડીને સારો નફો મેળવી શકે છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!