AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં થ્રીપ્સનું નુકસાન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં થ્રીપ્સનું નુકસાન અને નિયંત્રણ
👉તરબૂચના પાકમાં થ્રીપ્સ એક ગંભીર જીવાત છે, જે પાકના ઉત્પાદન અને ગુણવત્તાને ગંભીર અસર કરે છે. આ જીવાતનો રંગ ભુરો કે આછો પીળો હોય છે અને તે પાનની અંદરની બાજુ રહી પાનના રસ ચૂસે છે. આ પ્રવૃત્તિથી પાન પર સફેદ કલરના લીસોટા દેખાય છે. અસરગ્રસ્ત પાંદડાં સુકાઈ જાય છે, તેના પર સફેદ ફોલ્લીઓ જોવા મળે છે અને પાંદડા ધીમે ધીમે સંકોચાઈ જાય છે. આથી, છોડના વિકાસમાં અવરોધ ઉભો થાય છે અને ફળ સંપૂર્ણ રીતે વિકસિત થવામાં નિષ્ફળ રહે છે. 👉થ્રીપ્સના અસરકારક નિયંત્રણ માટે **ફિફ્રોનીલ 80% ડબલ્યુજી** ઘટક ધરાવતી **એગ્રોનીલ** દવા 5 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. આ દવાનો છોડના પાન પર યોગ્ય રીતે છંટકાવ કરવાથી જીવાતની પ્રવૃત્તિ રોકી શકાય છે. વધુમાં, પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે **એગ્રોસ્ટાર સ્ટેલર** 25 મિલી પ્રતિ પંપ પાણીમાં મિક્ષ કરી છંટકાવ કરવો. 👉જમીન સ્વચ્છ રાખવી, પાક પર નિયમિત નિરીક્ષણ કરવું અને ઉક્ત દવાઓનો સમયસર ઉપયોગ કરવાથી થ્રીપ્સના ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છે. યોગ્ય નિયંત્રણથી પાન અને ફળની ગુણવત્તા જળવાઈ રહે છે અને ઉત્પન્નમાં વધારો થાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
3
0
અન્ય લેખો