ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ!
🍉આ જીવાતનો રંગ ભુરો કે આછો પીળો હોય છે.
🍉થ્રીપ્સ તરબૂચના પાકના પાનની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે. 🍉પાન ઉપર સફેદ કલરના લીસોટા જોવા મળે અને પાન સુકાતા જાય છે.
🍉અસરગ્રસ્ત પાંદડા પર સફેદ ફોલ્લીઓ દેખાય છે અને પાંદડા સંકોચવા લાગે છે.
🍉છોડના વિકાસમાં અવરોધ આવે છે અને ફળ પણ સંપૂર્ણ રીતે વિકસિત થતા નથી.
🍉આ ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે એગ્રોનીલ 80% (ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી )દવાનો ૫ ગ્રામ પ્રતિ પંપ તથા છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!