AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં છંટકાવ થી આપી શકાય એવા દ્રાવ્ય ખાતર !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તરબૂચના પાકમાં છંટકાવ થી આપી શકાય એવા દ્રાવ્ય ખાતર !
🍉 તરબૂચના પાકમાં દ્રાવ્ય ખાતર નો છંટકાવ કરવાથી ઉણપ પુરી કરી શકાય છે જેથી ઉત્પાદન પર વિપરીત અસર થતી નથી. ઉપરાંત ખેડૂત મિત્રોએ પૂર્તિ ખાતરો પણ ભલામણ મુજબ છે આપવા જોઈએ. ➡ ચાલો જાણીયે, તરબૂચ પાકના ક્યાં દિવસે ક્યાં ખાતર કેટલા પ્રમાણમાં આપવા જોઈએ : 📢 વાવેતર પછી 10-15 દિવસમાં, 19:19:19 @ 75 ગ્રામ + સૂક્ષ્મ પોષક તત્વ 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. 📢 તે પછી, ફૂલ અવસ્થામાં 30 દિવસ પછી - બોરોન @ 15 ગ્રામ + પુષ્ટિ ચીલેટેડ કેલ્શિયમ 10 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 📢 ફળ અવસ્થામાં, 00:52:34 @ 75 ગ્રામ + સૂક્ષ્મ પોષકતત્ત્વ (ગ્રેડ 4) 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 📢 જ્યારે ફળ પાકે ત્યારે, 13:00:45 @ 75 ગ્રામ, તથા કેલ્શિયમ નાઇટ્રેટ @ 75 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે અલગ અલગ છાંટવું જોઈએ. દરેક છંટકાવ પછી 4 દિવસનું અંતર રાખવું જરૂરી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
અન્ય લેખો