AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકનું યોગ્ય વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તરબૂચના પાકનું યોગ્ય વ્યવસ્થાપન
તરબૂચના પાકના સારા અને ઉત્સાહી વિકાસ અને વધુ ઉત્પાદન લેવા માટે પાકમાં યોગ્ય ખાતર અને પાણીનું વ્યવસ્થાપન ખુબ જરૂરી છે. ખાતર વ્યવસ્થાપન: જમીનના પરીક્ષણો અનુસાર પાકને રાસાયણિક ખાતરો અને સુક્ષ્મ પોષકતત્ત્વો આપવા જરૂરી છે. જેમકે, પાકની યોગ્ય અને ઉત્સાહી વૃદ્ધિ માટે, લીંબોળીનો ખોળ @ 3 કિલો, સિંગલ સુપર ફોસ્ફેટ 3 કિલો, પોટાશ @ 3 કિલો, સૂક્ષ્મ પોષકતત્ત્વ 3 કિલો, સલ્ફર 90% @ 3 કિલો પ્રતિ એકરના દરે વાવેતર સમયે આપવું જોઈએ.આ પછી, પાકના તબક્કા અનુસાર અને જરૂરિયાત મુજબ, ટપક-સિંચાઇ દ્વારા દ્રાવ્ય ખાતરોની ભલામણ મુજબ આપો.
વાવેતરથી લઈને 25 દિવસ સુધી - 19: 19: 19 @1 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ આપવું. 20 થી 35 દિવસ - 12:61:00 @ 1.5 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ આપવું. 30 થી 50 દિવસ - કેલ્શિયમ નાઇટ્રેટ @ 5 કિલો પ્રતિ એકર 2 વખત આપવું. 36 થી 45 દિવસ - 13:00:45 @ 1.5 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ આપવું. 50 થી 65 દિવસ - 00:52:34 @ 1.5 કિલો પ્રતિ એકર / પ્રતિ દિવસ આપવું. 60 થી 65 દિવસ - પોટેશિયમ શોનાઇટ @ 5 કિલો પ્રતિ એકર 1 વખત આપવું. છંટકાવ વ્યવસ્થાપન: આ ઉપરાંત, વાવેતર પછી 10-15 દિવસમાં, 19: 19:19 @ 2.5-3 ગ્રામ + સૂક્ષ્મ પોષક તત્વ 2.5-3 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરો. તે પછી, ફૂલ અવસ્થામાં 30 દિવસ પછી - બોરોન @ 1 ગ્રામ + સૂક્ષ્મ પોષક તત્વ 2.5-3 ગ્રામ પ્રતિ લિટર છંટકાવ કરો. ફળ અવસ્થામાં, 00:52:34 @ 4-5 ગ્રામ + સૂક્ષ્મ પોષકતત્ત્વ (ગ્રેડ 2) 2.5 - 3 ગ્રામ, 00:52:34 @ 4-5 ગ્રામ + બોરોન 1 ગ્રામ પ્રતિ લિટર છંટકાવ કરો. જ્યારે ફળ પાકે ત્યારે, 13:00:45 @ 4-5 ગ્રામ, કેલ્શિયમ નાઇટ્રેટ @ 2 -3 ગ્રામ પ્રતિ લિટર છાંટવું જોઈએ. દરેક છંટકાવ પછી 4 દિવસનું અંતર રાખવું જરૂરી છે. પાણી વ્યવસ્થાપન: આ પાક પાણી પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. શરૂઆતના દિવસોમાં પાકને ઓછા પાણીની જરૂર પડે છે. પાકને પાંચથી છ દિવસના અંતરે પાણી આપો. શક્ય હોય તો સવારના સમયે પાણી આપવું. પાછળથી પાક જેમ જેમ વધતો જાય તેમ પાણીની જરૂરિયાત પણ વધતી જાય છે. જો સિંચાઈ અનિયમિત હોય, તો ફળનું ફાટવું અથવા તેનું કદ બદલે છે. જમીનનો પ્રકાર અને પાકના વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને પાણીનું યોગ્ય આયોજન કરવું જોઈએ. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
758
9
અન્ય લેખો